મહાનુભાવોને મોદીની યાદગાર ભેટઃ મેલોનીને સિલ્ક સ્ટોલ, શેખને કેસર કેરી

Sunday 31st May 2026 05:02 EDT
 
 

તાજેતરના પાંચ દેશના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ વિવિધ દેશના ટોચના નેતાઓને ભારતની પરંપરાગત કલા, હાથવણાટ અને ખાસ કૃષિ ઉત્પાદનો સંબંધિત ભેટ-સોગાદ આપી હતી. ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને આસામમાં બનાવેલી મુગા સિલ્ક સ્ટોલ, ડચ વડાપ્રધાન રોબ જેટનને માછલી-થીમવાળી મધુબની પેઇન્ટિંગ અને સ્વીડિશ વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસનને લદ્દાખમાં બનાવેલી શુદ્ધ ઊન સ્ટોલ ભેટમાં આપી હતી. યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનને કેસર કેરી અને મેઘાલયનું અનાનસ તો ક્રાઉન પ્રિન્સને રાજસ્થાનની પારંપરિક કોફ્તગિરી કળાથી શણગારેલી ઔપચારિક કટાર ભેટ આપી. આ વિશેષ કટાર ભારતની યુદ્ધ અને કલાત્મક વિરાસતનું વિરાસતનું પ્રતીક મનાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter