એડનઃ યમનના દરિયામાં માઈગ્રન્ટ્સને લઈ જતી બોટ ઊંધી વળતાં અંદાજે 76 ઈથિયોપિયન શરણાર્થી ડૂબી ગયાના અને અન્ય 74 લાપતા હોવાનું યુનાઈટેડ નેશન્સ માઈગ્રેશન એજન્સીએ જણાવ્યું હતું. 32 લોકોને બચાવી લેવાયા હતા. રિપોર્ટ અનુસાર, 3 ઓગસ્ટની મોડી રાત્રે 154 ઈથોપિયનને લઈને આવી રહેલી બોટ યમનમાં અબ્યાનના દરિયામાં ગરકાવ થઈ હતી.
યમન અને હોર્ન ઓફ આફ્રિકા વચ્ચેનો જળમાર્ગ જોખમી છે. જ્યાંથી શરણાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓ માટે બંને દિશામાં મુસાફરી કરતો એક સામાન્ય પણ જોખમી દરિયાઈ માર્ગ છે. 2014માં આંતરિક યુદ્ધ ફાટી નીકળ્યા બાદ યમનના લોકો નાસી છૂટવા માટે આ માર્ગ અપનાવી રહ્યા છે. બીજી બાજુ આફ્રિકામાં ખાસ કરીને સોમાલિયા અને ઇથોપિયામાં ચાલી રહેલા સંઘર્ષથી ભાગી રહેલા કેટલાક લોકોએ યમનમાં આશ્રય મેળવ્યો છે. તે પણ આ દરિયાઈ માર્ગનો ઉપયોગ કરે છે.

