યુગાન્ડા અને ટાન્ઝાનિયા સમજૂતી ટાન્ગાને એનર્જી હબ બનાવશે

Wednesday 12th August 2026 06:59 EDT
 
 

દારેસલામ, કમ્પાલાઃ યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી કાગુટા મુસેવેની અને ટાન્ઝાનિયાના પ્રેસિડેન્ટ સામીઆ સુલુહુ હાસને ઈસ્ટ આફ્રિકાની એનર્જી ઈકોનોમીનો નવો આકાર આપવા ઐતિહાસિક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગને બહાલી આપી છે. આ વિસ્તારનું ફોકસ ક્રૂડ ઓઈલની નિકાસોના બદલે સંકલિત પ્રાદેશિક એનર્જી અને ઈન્ડસ્ટ્રીયલ હબના નિર્માણનું રહેશે.

યુગાન્ડા નેશનલ ઓઈલ કંપની (UNOC), ટાન્ઝાનિયા પેટ્રોલિયમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (TPDC) અને વિશ્વની સૌથી મોટી સ્વતંત્ર એનર્જી ટ્રેડિંગ કંપનીઓમાં એક વિટોલ બેહરિન E.C. વચ્ચે હસ્તાક્ષર કરાયેલી સમજૂતી સૂચિત ટાન્ગા રીજિયોનલ એનર્જી હબ માટે માળખું પુરું પાડે છે. આ પ્રોજેક્ટ ટાન્ઝાનિયાના ઈન્ડિયન ઓશન તટ પર પેટ્રોલિયમ રીફાઈનિંગ, સ્ટોરેજ, લોજિસ્ટિક્સ, પેટ્રોકેમિકલ્સ અને સરહદ પાર એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સમાવી લેશે.

ઈસ્ટ આફ્રિકન ક્રૂડ ઓઈલ પાઈપલાઈન (EACOP) આર્ધારિત આ ઈનિશિયેટિવ 20 બિલિયન ડોલરથી વધુ રોકાણને આકર્ષે તેવો અંદાજ છે. જો સંપૂર્ણતઃ અમલી બનશે તો તે સબ-સહરાન આફ્રિકાના સૌથી મોટા એકીકૃત એનર્જી ડેવલપમેન્ટ્સમાં એક બની રહેશે. આ પ્રોજેક્ટ ઈસ્ટ આફ્રિકાના પેટ્રોલિયમ સેક્ટરને બદલી નાખશે અને ક્રૂડ પરિવહનથી આગળ વધી પ્રાદેશિક ઈન્ડસ્ટ્રીયલ વેલ્યુ ચેઈન્સ બનાવશે, જે કૌશલ્યપૂર્ણ નોકરીઓ સર્જશે, એનર્જી સિક્યુરિટી મજબૂત બનાવશે અને ડોમેસ્ટિક વેલ્યુ એડિશનને વધારશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter