યુગાન્ડામાં ઈબોલા રોગચાળાના અંતની જાહેરાત

Tuesday 04th August 2026 08:16 EDT
 

કમ્પાલાઃ યુગાન્ડાના હેલ્થ સત્તાવાળાઓએ દેશમાં ઈબોલા રોગચાળાનો અંત આવ્યાની જાહેરાત કરી છે. બીજી તરફ, પાડોશી દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)માં ઈબોલાના ઈન્ફેક્શન્સની સંખ્યા વધી રહી છે.

યુગાન્ડાના હેલ્થ મિનિસ્ટર ક્રિસ બાર્યોમુન્સીએ જાહેર કર્યું હતું કે યુગાન્ડાના છેલ્લા રોગગ્રસ્ત નાગરિકને 16 જૂને ડિસ્ચાર્જ કરાયા પછી દેશભરમાં 42 દિવસના ફરજિયાત મોનિટરિંગનો ગાળો સફળપણે પૂર્ણ થયો છે અને ઈબોલાનો નવો કોઈ કેસ જાણવા મળ્યો નથી. 20 કન્ફર્મ કેસમાંથી 18ને ડિસ્ચાર્જ કરાયા હતા અને બે રોગીના મોત થયા હતા. દરમિયાન, DRCમાં ઓછામાં ઓછાં 3,262 લોકોને ચેપ લાગ્યો હતો અને 1,437 લોકોના મોત થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter