યુગાન્ડામાં કુદરતી આફતો છતાં ઓઈલ એક્સપોર્ટ ઈન્ડસ્ટ્રીનો વિકાસ

Tuesday 24th November 2026 14:11 EST
 

કમ્પાલાઃ યુગાન્ડા કોમ્યુનિટીઝ, ખેતી અને ફૂડ સિક્યુરિટીને અસર કરનારી વિનાશક પૂર, દુકાળ અને લેન્ડસ્લાઈડ્સ જેવી કુદરતી આફતોનો સામનો કરી રહ્યું હોવાં છતાં, મહત્ત્વપૂર્ણ ઓઈલ એક્સપોર્ટ ઈન્ડસ્ટ્રીનો વિકાસમાર્ગ અપનાવી રહેલ છે. યુગાન્ડા સ્વચ્છ ઊર્જા સુધી પહોંચ વિસ્તારવાનો પ્રયાસ કરવાની સાથોસાથ ટાન્ઝાનિયા સુધી મોટી પાઈપલાઈન સહિત ઓઈલ ઈન્ડસ્ટ્રીને વિકસાવી રહ્યું છે.

તુર્કયેના અંટાલ્યા ખાતે COP31માં એક સમયે વનોના રક્ષણનું અભિયાન ચલાવનારાં યુગાન્ડાના પર્યાવરણ મંત્રી બીટ્રિસ અતિમ એનીવર હવે યુગાન્ડાના ઓઈલ પ્રોજેક્ટ્સનો બચાવ કરી રહ્યાં છે. તેમણે વિકાસશીલ દેશો સમક્ષ મુશ્કેલ પસંદગીઓ વિશે વાત કરતાં કહ્યું હતું કે ગરીબ દેશોએ ફોસિલ ફ્યૂલ્સથી દૂર જવા માટે વધુ સમય અને સ્રોતોની જરૂર છે. સ્વચ્છ કૂકિંગ ફ્યૂલ્સના સ્થાને કોલસાનો ઉપયોગ ઘણો મુશ્કેલ બની રહ્યો છે. પરિવારોને પૂર અને લેન્ડસ્લાઈડ્સના જોખમ સાથેના વિસ્તારોમાંથી સ્થળાંતર કરાવાય ત્યારે શું થશે તેમજ યુગાન્ડાને જે જોઈએ છે તે આંતરાષ્ટ્રીય ક્લાઈમેટ ફાઈનાન્સ શા માટે પૂરું પાડી શકતું નથી તેવો પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો હતો. હવે યુગાન્ડા સામે પ્રશ્ન એ છે કે તે આર્થિક વૃદ્ધિ, ઊર્જાની જરૂરિયાતો અને ક્લાઈમેટ રક્ષણ વચ્ચે સંતુલન સાધી શકશે ખરું?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter