રિલાયન્સે રૂ. 466 કરોડમાં લિથિયમ બેટરી કંપની ખરીદી

Sunday 27th March 2022 05:47 EDT
 
 

નવી દિલ્હી: અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સોમવારે કોબાલ્ટ ફ્રી લિથિયમ બેટરી ટેકનોલોજી કંપની લિથિયમ વેર્ક્સને 61 મિલિયન ડોલર (આશરે 466 કરોડ રૂપિયા)માં હસ્તગત કરી હોવાની જાહેરાત કરી છે.
કંપનીએ જારી કરેલા નિવેદન મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની કંપની રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડ દ્વારા લિથિયમ વેર્ક્સ બીવીની તમામ એસેટ્સ 61 મિલિયન ડોલરમાં ખરીદવા માટેના કરાર પર હસ્તાક્ષર થયા છે. આ એસેટ્સમાં કંપનીનો ચીનમાં આવેલો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ,
મહત્ત્વના બિઝનેસ કોન્ટ્રેક્ટ તેમજ વર્તમાન સ્ટાફ પણ સામેલ છે.
2017માં સ્થપાયેલી આ કંપની અમેરિકા, યુરોપ તથા ચીન સહિત વિશ્વના વિવિધ દેશોમાં ગ્રાહકો ધરાવે છે. બેટરીના બિઝનેસમાં રિલાયન્સ દ્વારા આ બીજી મોટી કંપની હસ્તગત કરવામાં આવી છે. અગાઉ ગત સપ્ટેમ્બરમાં રિલાયન્સે બેટરીઝ, હાઇડ્રોજન પ્રોડક્શન માટેના ઇલેક્ટ્રોલાઇઝર્સ અને ફ્યુઅલ સેલ્સના ઉત્પાદન ક્ષેત્રે માતબર રોકાણ કરવાની જાહેરાત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter