રોયલ ડાયસ્પોરા મોનાર્કીએ 13 આફ્રિકન્સને ગ્રેટનેસ એવોર્ડ્સ થકી સન્માનિત કર્યા

એમ્બેસેડર ડો. વિનોદ રામજી MBS( ઉદ્યોગસાહસ અને સખાવતી સેવા) અને ડો. મનીષ શાહ (પરોપકાર અને શૈક્ષણિક સહાય) નું સન્માન

Wednesday 18th November 2026 05:24 EST
 
 

નાઈરોબીઃ ધ રોયલ ડાયસ્પોરા મોનાર્કી દ્વારા 24 ઓક્ટોબરે નાઈરોબીના આફ્રિકન હેરિટેજ હાઉસ ખાતે તેના વર્લ્ડ ગ્રેટનેસ એવોર્ડ્સના ભાગરૂપે સૌપ્રથમ આફ્રિકા વી ઓનર એવોર્ડ્સ થકી કેન્યા, રવાન્ડા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને સાઉથ આફ્રિકાના હેલ્થ, આર્ટ્સ, ગવર્નન્સ અને કોમ્યુનિટી સર્વિસ ક્ષેત્રે કાર્યરત13 આફ્રિકનોને સન્માનિત કરાયા હતા.

કેન્યાના સૌથી વધુ એવોર્ડવિજેતા રહ્યા હતા. હર રોયલ ગ્રેટનેસ પ્રિન્સેસ જેકલીન અન્જાઉ (કોમ્યુનિટી કેન્દ્રિત ટુરિઝમના હિમાયતી), હર રોયલ ગ્રેટનેસ ડેમ ડો. મેરીલીન થોમે (ઈ-પ્લસ ઈમર્જન્સી એમ્બ્યુલન્સ સેવાની ભૂમિકા),એમ્બેસેડર બિશપ ડો. ડેનિયલ કેનેડી ક્વેસી (ક્રિશ્ચિયન લીડરશિપ અને એથિકલ ગવર્નન્સ) તેમજ એમ્બેસેડર ડો. વિનોદ રામજી MBS (ઉદ્યોગસાહસ અને સખાવતી સેવા), ટોમ ઓટિએનો (આફ્રિકન હેરિટેજ હાઉસની સાંસ્કૃતિક વિરાસતનું જતન), ડો. સુસાન ઓનિયાન્ચા (એન્ટ્રેપ્રિન્યોરશિપમાં યોગદાન) અને ઈન્સ્પેક્ટર મ્વાલા નામે પ્રખ્યાત ડો. ડેવિસ મ્વાબિલી ( કોમેડી અને સોશિયલ કોમેન્ટરી) તેમજ ડો. મનીષ શાહ (પરોપકાર અને શૈક્ષણિક સહાય) અને ડો. જેમ્સ ઓસાનોને પણ સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત, રવાન્ડામાં ફાધર જ્યોર્જ નામે ઓળખાતા ડો. જિન ક્લાઉડ મુરેકેયિમાના (ઈવાકુ રિકવરી સેન્ટરની સ્થાપના), ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના એમ્બેસેડર ડો. લિલિયન ટેમુનિ એન્ગોયી માવા (અશક્ત બાળકોને તબીબી સેવા) તેમજ સાઉથ આફ્રિકાના સ્ટેમેર કોમ્પાઈ મોનાગેન્ગ અને હર રોયલ ગ્રેટનેસ ક્વીન વિલ્હેમિનાહ લ્વાટેનું પણ સન્માન કરાયું હતું.

સન્માન સમારોહ પછી, એમ્બેસેડર ડો. વિનોદ રામજી MBS એ સન્માન વિશે જાહેર પ્રતિભાવમાં જણાવ્યું હતું કે,‘ સાચું સન્માન અમને મળતા એવોર્ડ્સથી નહિ, પરંતુ અમે જે જીવનને સ્પર્શીએ છીએ અને સેવાની વિરાસત પાછળ છોડી જોઈએ છીએ તેના થકી થાય છે.’

ધ આફ્રિકા વી ઓનર ઈનિશિયેટિવ ધ રોયલ ડાયસ્પોરા મોનાર્કીના રોયલ મેજેસ્ટી કિંગ ક્લાઈડ રિવર્સ, વર્લ્ડ ગ્રેટનેસ એવોર્ડ્સના સ્થાપક રોયલ ગ્રેટનેસ ડ્યૂક ડો. પેટ્રિક બુસિંગે અને રોયલ સિવિલિટી હોલ ઓપ ફેમના સ્થાપક હર રોયલ ગ્રેટનેસ ડચેસ જુલિયન બુસિંગેના વડપણ હેઠળ કાર્યરત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter