વડાપ્રધાન મોદીને કુવૈતનું સર્વોચ્ચ નાગરિક સન્માનઃ ‘ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’

Saturday 04th January 2025 01:50 EST
 
 

કુવૈત યાત્રાના બીજા દિવસ રવિવારે વડા પ્રધાન મોદીને કુવૈતના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’થી સન્માનતા અમીર શેખ મેશલ અલ-અહમદ અલ-જબર અલ-સબાહ. વડાપ્રધાન મોદીનું આ 20મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. રવિવારે બંને નેતાએએ બાયન પેલેસ તરીકે જાણીતા કુવૈતના અમીરના મુખ્ય મહેલ)માં ઇન્ફર્મેશન ટેક્નોલોજી, ફાર્માસ્યુટિકલ સહિતના ક્ષેત્રે સહકાર વધારવા ચર્ચા કરી હતી.
કુવૈત-ભારત મજબૂત વેપાર સહયોગ
ભારતીય નિકાસ પહેલી વખત 2 બિલિયન ડોલર પાર

• કુવૈત ભારતનો ટોચનો ભાગીદાર દેશ. 2023-24માં બંને દેશ વચ્ચે 10.47 બિલિયન ડોલરનો વ્યાપર થયો હતો. • કુવૈત ભારતનો છઠ્ઠો મોટો ક્રુડ ઓઇલનો આપૂર્તિકર્તા દેશ છે. તેનાથી દેશની 3 ટકા ઉર્જા જરૂરિયાતો પુરી થાય છે. • કુવૈતમાં ભારતીય નિકાસનો આંકડો પહેલી વાર 2 બિલિયન ડોલર થયો છે. ભારતમાં કુવૈતનું રોકાણ વધીને 10 બિલિયન ડોલરનો આંક વટાવી ગયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter