વર્લ્ડ મીડિયા કહે છેઃ મોદી મેન ઓફ ધ સિરીઝ

Thursday 16th March 2017 06:39 EDT
 
 

નવી દિલ્હીઃ ભાજપે ઉત્તર પ્રદેશમાં પ્રચંડ જીત હાંસલ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીમાં વ્યક્તિગત રીતે નેતૃત્વ કર્યું. પક્ષની ચૂંટણી રણનીતિ ઘડવામાં તથા સપા-બસપા-કોંગ્રેસ વિરુદ્ધ આક્રમક ઢબે અભિયાન છેડવામાં મોદી કેન્દ્રમાં રહ્યા. તેઓ ઉત્તર પ્રદેશમાં વિકાસ અને આધુનિકતા લાવવાના તથા ભ્રષ્ટાચાર ડામવાના વચનો પર ચૂંટણી લડ્યા. આ ચૂંટણી પરિણામ પર દુનિયાભરના મીડિયાએ પ્રતિક્રિયા આપી અને ચૂંટણીના મેન ઓફ ધ મેચ ગણાવ્યા.
• ન્યૂ યોર્કથી પ્રસિદ્ધ થતું ઇન્ટરનેશનલ બિઝનેસ ટાઇમ્સ લખે છે કેઃ મોદીએ ૮ નવેમ્બરે નોટબંધી કરીને જુગાર ખેલ્યો હતો, પણ પાંચ રાજ્યનાં ચૂંટણી પરિણામ તેમની તરફેણમાં રહ્યાં. જો પાંચ રાજ્યની ચૂંટણીને ક્રિકેટ સિરીઝ તરીકે જોઈએ તો મોદી મેન ઓફ મેચ ગણાશે. તેઓ સિરીઝનો મુખ્ય ચહેરો રહ્યા. તેમની ટીમના અન્ય ખેલાડીઓનું પ્રદર્શન પણ સારું રહ્યું.
• પાકિસ્તાનથી પ્રસિદ્ધ થતા ‘ડોન’ અનુસારઃ મોદીના પક્ષને ઉત્તર પ્રદેશમાં મોટી જીત મળી છે. તેને સરકારના જનમત સંગ્રહ તરીકે જોવામાં આવી રહી છે. બે વર્ષ પછીની ચૂંટણી માટે મોદીની પકડ મજબૂત થતી દેખાઈ રહી છે.
• વર્લ્ડ વન ન્યૂઝે તેના અહેવાલમાં આ જીતને ભાજપ અને નરેન્દ્ર મોદી સરકારના મિડટર્મની જીત ગણાવી છે.
• અમેરિકાથી પ્રકાશિત હફિંગ્ટન પોસ્ટે લખ્યું છે કે ભારતે ૨૦૧૪માં નરેન્દ્ર મોદીના વિશ્વાસની પુષ્ટી કરી છે, અંદાજે ત્રણ વર્ષ સત્તામાં રહેતા નરેન્દ્ર મોદીએ ભારતને સૌથી મુખ્ય રાજ્ય ગણાતા ઉત્તર પ્રદેશમાં મોટી જીત અપાવી છે.
• બીબીસી ડોટકોમના અહેવાલે મોદીની જીતને પોતાના વિરોધીઓ પર મોટો હુમલો ગણાવ્યો છે. બીબીસીએ લખ્યું છે કે નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં પોતાના વિરોધીઓનો ખાતમો બોલાવ્યો. મુખ્ય પ્રધાનના ઉમેદવારની જાહેરાત કર્યા વિના જ ભાજપ ઇલેકશનમાં ઉતર્યું અને તેઓનો ચહેરો મોદી જ હતા.
• પાકિસ્તાની ન્યૂઝ પેપર ધ નેશને લખ્યું કે ભાજપની ચાર રાજ્યમાં જીત ભારતમાં રાજનીતિને નવી દિશામાં લઈ જશે, ભાજપે ઉત્તર પ્રદેશમાં ઐતિહાસિક વિજય મેળવ્યો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter