વિશ્વના ટોચના અંતરિક્ષ સંસ્થાનો ભારતની શાનદાર સિદ્ધિ વિશે શું કહે છે...
• નાસા (યુએસ)ઃ ચન્દ્રના દક્ષિણ ધ્રૂવ પર ચન્દ્રયાન-3 સફળતાપૂર્વક ઉતર્યું તે બદલ ઇસરોને શુભેચ્છાઓ, ચન્દ્ર પર સ્પેસક્રાફ્ટનું સોફ્ટ લેન્ડિંગ કરવાનો ભારત ચોથો સફળ દેશ બન્યો, આ અભિયાનમાં સહભાગી બનીને અમે ખુશ છીએ.
• રોસ્કોસ્મોસ (રશિયા)ઃ રોસ્કોસ્મોસ ચન્દ્રયાન-3 અંતરિક્ષ યાનના સફળ લેન્ડિંગ માટે ભારતને શુભેચ્છાઓ આપે છે. ભવિષ્યમાં આ સિદ્વિ વધુ સંશોધન મંચ બની શકે છે.
• યુરોપિયન સ્પેસ એજન્સીઃ અતુલનીય, આ રીતે બીજા ગ્રહ પર ભારત દ્વારા સોફ્ટ લેન્ડિંગ થાય તે અનન્ય ઘટના છે. આ સિદ્વિ અનોખી છે.
• યુકે સ્પેસ એજન્સીઃ તમારા મિશને ઇતિહાસ રચ્યો. ભારતીય મિશનની સફળતાએ શક્યતાના નવા દ્વાર ખોલ્યા છે.
વર્લ્ડ મીડિયાના શબ્દોમાં...
• ન્યૂ યોર્ક ટાઇમ્સઃ ચન્દ્ર પર ભારતનું પહેલું સ્થાન.
• ધ ગાર્ડિયનઃ લેન્ડર ચન્દ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું ઇતિહાસ રચાઇ ગયો, આવું કરનારો દુનિયાનો પહેલો દેશ.
• ડેઇલીમેલ યુકેઃ ચન્દ્રયાન-3એ રશિયા, ચીન અને અમેરિકાને પછાડી ઇતિહાસ રચી દીધો.
આ ઉપરાંત ભારતની સિદ્ધિની પ્રશંસા કરવામાં પાકિસ્તાન પણ પાછળ નથી. પાક.ના મુખ્ય પ્રવાહના જીઓ ન્યૂઝ, ધ ડોન, બિઝનેસ રેકોર્ડર, દુનિયા ન્યૂઝ સહિત અન્ય વેબસાઈટ્સ અને અખબારોએ ચંદ્રયાન-3ની સફળતા બદલ ઇસરોને અભિનંદન આપ્યા. છે. જીઓ ન્યૂઝે લખ્યું છે ભારતના ચંદ્રયાન-૩ અંતે ચંદ્ર પર લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો છે.