વારસદારના વિવાદ વચ્ચે ટૂરોના કિંગ ઓયોની દફનવિધિ

Tuesday 15th September 2026 14:55 EDT
 
 

કમ્પાલાઃ યુગાન્ડાના ટૂરો કિંગ્ડમના ભાવિ રાજવી કોણ બનશે તેના વિવાદ મધ્યે કિંગ ઓયો ન્યિમ્બાને શનિવારે દફનાવવામાં આઈવ્યા હતા. રાજકુટુંબના સભ્યો વચ્ચે વારસદારના મુદ્દે વિવાદ વધ્યો છે અને કહેવાતા વસિયતનામાના કારણે આ વિવાદ કોર્ટ સુધી પહોંચવાની શક્યતા છે. વિશ્વમાં સૌથી યુવાન રાજવી ગણાયેલા કિંગ ઓયોનું ગયા મહિને કેન્સરના કારણે 34 વર્ષની વયે અવસાન થયું હતું.

નવ દિવસના શોકના સમયગાળા પછી પણ ટૂરો રાજ્યનો ભાવિ રાજવી કોણ બનશે તે બબાબતે કડવાશભર્યો વિવાદ થયો છે. ટૂરોના શાસક કબીલા બાબિટોના વડીલોના જણાવ્યા અનુસાર કિંગ ઓયોએ લગ્ન કર્યા નથી અને તેમણે પોતાના વારસદાર વિશે કશું જણાવ્યું નથી. વડીલોએ ઓયોના વારસદાર તરીકે તેમના કઝિન જર્નાલિસ્ટ પ્રિન્સની પસંદગી કરાઈ હોવાનું જણાવ્યું હતું. જોકે, રાજકુટુંબના કેટલાક સભ્યોના જણાવ્યા મુજબ કિંગે લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્ર પણ છે, જેની ઓળખ કદી જાહેર કરાઈ નથી. પરિવારે જણાવ્યું હતું કે ઓયોની વસિયતને ટૂરોના વડીલોએ ધ્યાનમાં લીધી નથી. આના પરિણામે, વિવાદ કોર્ટમાં પહોંચે તેવા અણસાર જણાય છે. કિંગ ઓયોની બહેન રુથ કોમુન્ટાલે અને રાજમાતા બેસ્ટ કેમિગિસાએ રાજગાદીના વિવાદથી શોકમાં રહેવાની પરિવારની મુશ્કેલી વધી છે. તેમણે રાજગાદી માટે ઝગડો નહિ કરવાની અપીલ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter