વિશ્વના ચોથા ભાગના આઇફોનનું ઉત્પાદન ભારતમાં કરાશે

Saturday 16th December 2023 11:11 EST
 
 

વોશિંગ્ટન: એપલ કંપની ભારતમાં વાર્ષિક 5 કરોડથી વધુ આઇફોન બનાવવાની તૈયારી કરી રહી છે. કંપની 2-3 વર્ષમાં આ લક્ષ્ય હાંસલ કરવાની યોજના સાથે કામ કરી છે. ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ અનુસાર એપલ આ લક્ષ્ય પ્રાપ્ત કરી લેશે તો ચોથા ભાગના આઇફોન ભારતમાં બનવા લાગશે. વોશિંગ્ટન અને બૈજિંગમાં વધતા તણાવને પગલે કેટલાંક યુનિટ ચીનમાંથી ખસેડવા ઇચ્છતી હોવાથી એપલ માટે આ પગલું મહત્ત્વનું છે.
જોકે તે સમયે પણ સૌથી મોટું આઇફોન ઉત્પાદક ચીન જ રહેશે. તાતા જૂથ તમિલનાડુમાં આઈફોનનું ઉત્પાદન એકમ શરૂ કરવાની તૈયારીમાં છે.
ફોક્સકોનનો કર્ણાટક પ્લાન્ટ એપ્રિલમાં કાર્યરત થશે. અહીં વર્ષે બે કરોડ આઇફોન બનશે. ફોક્સકોન કંપની તમિલનાડુમાં તેની ઉત્પાદનક્ષમતા વધારશે. આ ઉપરાંત તાતાએ ખરીદેલા પ્લાન્ટમાં પણ ઉત્પાદન વધશે, હોસુર પ્લાન્ટ પણ ઉત્પાદન કરશે. તમામ પ્લાન્ટ કુલ પાંચથી છ કરોડ આઇફોન બનાવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter