વિશ્વની 500 મૂલ્યવાન કંપનીઓમાં 20 ભારતીયઃ રિલાયન્સ મોખરે

Sunday 18th December 2022 09:26 EST
 
 

નવી દિલ્હીઃ વિશ્વની 500 સૌથી મૂલ્યવાન કંપનીઓની યાદીમાં 20 ભારતીય કંપનીએ સ્થાન મેળવ્યું છે. આ 20 કંપનીમાં 16.64 લાખ કરોડ રૂપિયાની વેલ્યૂ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મોખરે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને સમગ્ર વિશ્વમાં 34મી સૌથી વેલ્યુએબલ કંપની માનવામાં આવે છે. ટોપ-500માં જે 20 ભારતીય કંપનીઓનો સમાવેશ થયો છે તેમાં અદાણી ગ્રૂપની ચાર કંપની - અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટોટલ ગેસ સામેલ છે. ગત વર્ષે હુરુન ગ્લોબલ 500ના લિસ્ટમાં ભારતની 8 કંપનીએ સ્થાન મેળવ્યું હતું, આ વર્ષે તેમાં 12 કંપનીનો ઉમેરો થયો છે.
નવમી ડિસેમ્બરે જારી થયેલી યાદી મુજબ એપલ વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની છે. તેની વેલ્યૂ 197.74 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. 148.31 લાખ કરોડ રૂપિયાના વેલ્યુએશન સાથે માઇક્રોસોફ્ટ વિશ્વની બીજી સૌથી મૂલ્યવાન કંપની છે. હુરુન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ગત વર્ષે દુનિયાની ટોપ 500 કંપનીઓની વેલ્યૂમાં 914.55 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter