સાઉથ આફ્રિકામાં ખોરાક-પાણી વિના ફસાયેલા હજારો વિસ્થાપિત ઈમિગ્રન્ટ્સ

Tuesday 21st July 2026 10:23 EDT
 
 

જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકામાં ડર્બનથી મુસિના મોકલી અપાયેલા હજારો વિસ્થાપિત ઈમિગ્રન્ટ્સ ખોરાક-પાણી આશ્રય અને ટોઈલેટ વિના ખરાબ હાલત અનુભવી રહ્યા હોવાની ફરિયાદ કરે છે. તેઓને ક્યારે સ્વદેશ પરત મોકલાશે તેની રાહ જોતા તેઓને ખુલ્લામાં સુવાની ફરજ પડે છે. રોજ ઘણી ઓછી સંખ્યામાં ઈમિગ્રન્ટ્સનું પ્રોસેસિંગ કરાય છે.

હજારો વિસ્થાપિત ઈમિગ્રન્ટ્સને ડર્બનની ઓલ્ડ ડ્રાઈવ સાઈચ પરથી લિમ્પોપોના મુસિના શોગ્રાઉન્ડ્સ પર મોકલી અપાયા છે જ્યાંથી તેમને સ્વદેશ પરત મોકલી અપાવાના છે. દિવસોથી રઝળી રહેલા આ ઈમિગ્રન્ટ્સમાં મોટા ભાગના મલાવીયન્સ થોડા ખોરાક-પાણી કે આશ્રય વિના ખુલ્લામાં સુએ છે અને હોમ ઓફિસ દ્વારા પ્રોસેસિંગની રાહ જુએ છે. તેમને ડર્બન ખાતે દસ્તાવેજો જારી કરાયા હતા જે બેટિબ્રીજ સરહદથી 20 કિલોમીટરના અંતરે આવેલા મુસિનામાં દર્શાવવાના રહેશે જેથી તેઓને સ્વદેશ પરત થવા ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ પુરા પાડી શકાય. લોકોના પ્રોસેસિંગ માટે કામચલાઉ સેન્ટર ખોલવામાં આવ્યું છે. સેન્ટરની બહાર લાંબી લાઈનો લાગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter