સાઉથ આફ્રિકામાં ફરી માઈગ્રન્ટવિરોધી હિંસા ભડકી

Wednesday 14th October 2026 08:07 EDT
 

જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકામાં માઈગ્રન્ટવિરોધી હિંસા ફરી ભડકવા સાથે 24 કારને આગ લગાવાઈ હતી તેમજ વિદેશી માલિકીની દુકાનોમાં લૂંટફાટ ચલાવાઈ હતી. જોહાનિસબર્ગની બહાર સોવેટો ટાઉનશિપ અને પોર્ટ સિટી ડર્બનમાં ગુરુવાર 8 ઓક્ટોબરે હિંસા ભડકી ઉઠી હતી, જેના પરિણામે બિઝનેસીસ બંધ રાખવાની ફરજ પડી હતી. પોલીસે માઈગ્રન્ટવિરોધી દેખાવોમાં ટોળાંને વિખેરવા રબર બુલેટ્સ ચલાવી હતી.

સાઉથ આફ્રિકાની બંધારણીય કોર્ટે દેશમાં ગેરકાયદે આવેલા લોકોને એસાઈલમ માટે અરજી કરવાની છૂટ આપતો ચુકાદો આપ્યા પછી ઈમિગ્રેશન સેન્ટર્સની બહાર ભારે ભીડ જામી હતી અને લોકોમાં રોષ ફેલાયો હતો. દરમિયાન, સરકારે જણાવ્યું હતું કે કોર્ટે આપેલા ચુકાદાને સુસંગત કામગીરી કરશે.

ક્વાઝુલુ-નાતાલ પ્રોવિન્સના ડર્બન શહેરમાં દેખાવકારો સરકારી રેફ્યુજી રિસેપ્શન સેન્ટની બહાર એકત્ર થયા હતા અને એસાઈલમ અરજીઓ સ્વીકારવાનું બંધ કરવાની માગણી રાખી હતી. બિઝનેસીસ ફટાફટ બંધ થઈ ગયા હતા અને પોલીસે દેખાવકારોને વિખેરવા રબર બૂલેટ્સ ફાયર કરી હતી. આ વિસ્તારમાં સાઉથ આફ્રિકન લોકો અને વિદેશીઓ વચ્ચે અથડામણો પણ થઈ હતી. દુકાનો પર હુમલા કરાયા હતા. ડર્બનમાં 14 અને સોવેટોમાં 10 વાહનોને આગ લગાવાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter