નાઈરોબીઃ કેન્યાના લાંબા અંતરના દોડવીરો સેબાસ્ટીઅન સાવે અને એગ્નેસ એન્જેટિકને અનુક્રમે પુરુષ અને મહિલા 2026 વર્લ્ડ એથ્લીટ ઓફ ધ યર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યાં છે. નવેમ્બર 27મીએ મોનાકો ખાતે વર્લ્ડ એથ્લેટિક્સ એવોર્ડ્સ યોજાનાર છે તે પહેલા વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા 20 નોમિનીઝની જાહેરાત કરવામાં આવી હતી. પુરુષ અને મહિલા માટે કુલ 6 ફાઈનાલિસ્ટની જાહેરાત 10 અને 11 નવેમ્બરે કરવામાં આવશે.
સ્પર્ધાત્મક રેસમાં 2 કલાકથી ઓછા સમયમાં મેરેથોન દોડનારા પ્રથમ પુરુષ તરીકે ઈતિહાસ રચનારા સેબાસ્ટીઅન સાવેએ લંડન મેરેથોનમાં 1:59:30 નો વિક્રમ રચ્યો હતો. સાવેને સ્વીડિશ સ્ટાર અને વર્લ્ડ પોલ વોલ્ટમાં 6.31 મીટરનો વિક્રમ નોંધાવનાર મોન્ડો ડુપ્લાન્ટિસ સહિત એથ્લીટ્સનો સામનો કરવાનો આવશે.
મહિલાઓ માટેોના એવોર્ડમાં એગ્નેસ એન્જેટિકે માત્ર મહિલાઓ માટેની હાફ મેરેથોન ટાઈટલ માત્ર 50 સેકન્ડના તફાવતથી તેમજ વર્લ્ડ ક્રોસ કન્ટ્રી ટાઈટલ 42 સેકન્ડના તફાવતથી જીતી લીધું હતું. તેણે 3000 મીટરની દોડમાં 8:08.95 તેમજ 10 કિ.મી દોડમાં 28:58નો સમય લીધો હતો.

