નાઈરોબીઃ હિન્દુ કાઉન્સિલ ઓફ કેન્યા દ્વારા 18 નવેમ્બર 2025ના રોજ હિન્દુ ભવન ખાતે કોલામ- એ બ્લિસફુલ આર્ટ વર્કશોપનું આયોજન કરાયું હતું. 60થી વધુ સન્નારીઓની ઉપસ્થિતિ સાથેના ઈવેન્ટની પ્રસ્તુતિ ડો. ગાયત્રી શંકરનારાયણે કરી હતી.
સત્રના આરંભ અગાઉ અધ્યક્ષા સુજાતા અને મહિલા વિંગનાં ડાયરેક્ટર શ્વેતા ભલ્લાએ મહેમાનોનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. ડો. ગાયત્રી શંકરનારાયણે કોલામના ઈતિહાસ અને સાંસ્કૃતિક મહત્ત્વ વિશે સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો. આ પછી, પાર્ટિસિપેન્ટ્સે પ્રેક્ટિકલ સેશનમાં ડોટ્સ સાથે અને વિના શીખવાની ટેક્નિક્સ પર હાત અજમાવ્યો હતો તેમજ ‘વન ફિંગર ટુ ફાઈવ ફિંગર’ સ્પેશિયલ પદ્ધતિ પણ શીખી હતી.
મિત્રતાપૂર્ણ અને સમાવેશી વાતાવરણમાં યોજાએલા આ વર્કશોપને તમામ ઉપસ્થિત લોકોએ માણ્યો હતો અને તેની પ્રશંસા કરી હતી. આ ઈવેન્ટ થકી સામુદાયિક ભાવના અને સહયોગી શીખવાની વૃત્તિને પ્રોત્સાહન સાંપડ્યું હતું. વર્કશોપમાં ભાગ લેનારાઓના પ્રતિભાવો અને સ્વાદિષ્ટ ભોજન સાથે ઈવેન્ટનું સમાપન કરાયું હતું.


