હોંગકોંગઃ એર ઇન્ડિયાના બે વિમાનચાલકોએ ૨૦ ઓકટબરે નવી દિલ્હીથી હોંગકોંગ જઇ રહેલા વિમાનને અત્યંત ઝડપથી નીચે લાવતા અને નિયત નિયમ કરતાં અન્ય રીતે રન વે પર ઉતરાણ કરતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
હોંગકોંગ એરપોર્ટના એર એકસીડેન્ટ ઇન્વેસ્ટીગેશન ઓથોરિટીના એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, ૨૦ ઓકટોબરે નવી દિલ્હીથી હોંગકોંગ જઇ રહેલી એર ઇન્ડિયા બોઇંગ ફ્લાઈટને અત્યંત ઝડપથી નીચે લાવતા અને નિયત નિયમ કરતાં ઝડપથી રનવે પર ઉતરાણ કરતાં એર પોર્ટમાં ભયનો માહોલ ઊભો થઈ ગયો હતો. અંતે જોકે લેન્ડિંગ કરવાના માત્ર ૨૦૦ ફૂટ ઊંચે તેમણે વિમાનને યોગ્ય રીતે રન વે પર લેન્ડ કરાવ્યું હતું. એવું પણ અહેવાલમાં ઉમેરવામાં આવ્યું હતું. આ અહેવાલ મળ્યા પછી એર ઇન્ડિયાએ બંને પાયલોટને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો.