નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ૪૩૧ જેટલા પાકિસ્તાની નાગરિકો, જે પૈકી મોટાભાગના હિન્દુ છે તેમને લાંબા ગાળાના વિઝા આપવામાં આવ્યા છે. હવે તેઓ દેશમાં પાન કાર્ડ, આધાર નંબર મેળવી શકશે, તેમજ સંપત્તિ પણ ખરીદી શકશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસેલા સંબંધો વચ્ચે ઉઠાવાયેલું આ પગલું નરેન્દ્ર મોદી સરકારની પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓ જેઓ પોતાના દેશમાં અત્યાચારો વેઠીને ભારત આવ્યા છે, તેમની મદદ કરવાની નીતિ હેઠળ ઉઠાવવામાં આવ્યું હતું.