ઓગસ્ટા ડીલના આરોપીને મુક્ત નહીં કરાયઃ ભારત સરકાર

Sunday 07th March 2021 03:38 EST
 
 

નવી દિલ્હી: ભારતે વીવીઆઇપી હેલિકોપ્ટર ઓગસ્ટા વેસ્ટલેન્ડ ડીલના કેસમાં આરોપી બ્રિટિશ નાગરિક ક્રિશ્ચિયન મિશેલને તાત્કાલિક મુક્ત કરવાની યુએનની સંસ્થા વર્કિંગ ગ્રૂપ ઓન આર્બિટરી ડિટેન્શન (ડબ્લ્યુજીડી)એ કરેલી માંગ ફગાવી દીધી છે. ભારતે કહ્યું છે કે, આ પેનલનો રિપોર્ટ અપૂરતી માહિતી, પક્ષપાતભર્યા આરોપો અને ભારતના ગુનાઇત ન્યાયતંત્રની ખોટી સમજ પર આધારિત છે. યુએનની આ પેનલે રિપોર્ટમાં દાવો કર્યો છે કે મિશેલને મનમાની રીતે ભારતમાં અટકાયતમાં રખાયા છે. યુએન માનવાધિકારી પંચ હેઠળ કામ કરતી સંસ્થા ડબલ્યુજીડીએ કહ્યું હતું કે, ક્રિશ્ચિયનની મુક્તિની સાથે તેને ભારત અને યુએઇની વળતર અને ક્ષતિપૂર્તિનો અધિકાર મળવો જોઇએ. તેની ધરપકડનો મામલો દુબઇની પ્રિન્સેસ લતીફાના કેસમાં જોડાયેલો છે. તેને લઇને ભારતે જવાબ આવ્યો છે કે, યુએન પેનલ કોઇ ન્યાયિક સંસ્થા નથી. એટલે તેના વિચારો સભ્ય દેશોને બાધ્ય નથી. બીજી તરફ, લંડનમાં આરોપી મિશેલના પુત્રે બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જોનસન પાસે આ કેસમાં મદદ માંગી છે. ભારતે કહ્યું છે કે, આ પેનલનો રિપોર્ટ અપૂરતી માહિતી, પક્ષપાતભર્યા આરોપો અને ભારતના ગુનાઇત ન્યાયતંત્રની ખોટી સમજ પર આધારિત છે. યુએનની આ પેનલે રિપોર્ટમાં દાવો કર્યો છે કે મિશેલને મનમાની રીતે ભારતમાં અટકાયતમાં રખાયા છે. યુએન માનવાધિકારી પંચ હેઠળ કામ કરતી સંસ્થા ડબલ્યુજીડીએ કહ્યું હતું કે, ક્રિશ્ચિયનની મુક્તિની સાથે તેને ભારત અને યુએઇની વળતર અને ક્ષતિપૂર્તિનો અધિકાર મળવો જોઇએ. તેની ધરપકડનો મામલો દુબઇની પ્રિન્સેસ લતીફાના કેસમાં જોડાયેલો છે. તેને લઇને ભારતે જવાબ આવ્યો છે કે, યુએન પેનલ કોઇ ન્યાયિક સંસ્થા નથી. એટલે તેના વિચારો સભ્ય દેશોને બાધ્ય નથી. બીજી તરફ, લંડનમાં આરોપી મિશેલના પુત્રે બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જોનસન પાસે આ કેસમાં મદદ માંગી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter