નવી દિલ્હી, લંડનઃ FICCIના પ્રેસિડેન્ટ ડો. અનિશ શાહે 2024-25ના યુનિયન બજેટ પર ટીપ્પણી કરતા જણાવ્યું હતું કે, ‘ફિક્કી વિકાસલક્ષી બજેટ આપવા બદલ નાણામંત્રીને અભિનંદન પાઠવે છે. બજેટમાં નાણાકીય શિસ્ત જાળવવાની સાથોસાથ ટુંકા ગાળાની માગને વેગવંતી બનાવવા તેમજ મધ્યમથી લાંબા ગાળાના વિકાસ માટે અતિ આવશ્યક એક્શન્સ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. ગુણવત્તારૂપ નોકરી સર્જન અને કૌશલ્ય પર મજબૂત ભાર મૂકતું સમાવેશી બજેટ છે. જેમાં, સર્વિસીસના તત્વો સાથે કૃષિ અને ઉત્પાદન વચ્ચે સમતુલા સાધવામાં આવી છે.’
નીતિવિષયક જાહેરાતોમાં સાતત્યતા જણાય છે. સરળીકરણ અને બિઝનેસ કરવામાં સહેલાઈ પર ફોકસ, મેન્યુફેક્ચરિંગને ઉત્તેજન, સંશોધન અને ઈનોવેશન પર ફોકસ, પબ્લિક કેપેક્સ પર ભાર, ટેકનોલોજીના ઉપયોગ, મહિલાઓ, ખેડૂતો અને MSMEs ને સપોર્ટ અને સસ્ટેનેબિલિટીને પ્રોત્સાહન ચાવીરૂપ વિષયો છે જે ફરી એક વખત આ કેન્દ્રીય બજેટની દરખાસ્તો સાથે સુસંગત છે. ’
‘બજેટના ફોકસ એરીયાઝ ઈન્ડસ્ટ્રી માટે FICCI ની ચાવીરૂપ પ્રાથમિકતા સાથે ઘણાં સુસંગત છે અને અમને નોંધ લેતાં આનંદ થાય છે કે કૃષિ સંશોધનને ઝડપી બનાવવા, ઉત્પાદન ક્ષેત્રમાં સ્ત્રી વર્કફોર્સની સામેલગીરી વધારવી, ઉત્પાદકીય સ્પર્ધાત્મકતા વધારવા ફેક્ટર માર્કેટ રીફોર્મ્સ તેમજ હરિયાળા અર્થતંત્રને ઉત્તેજન આપવાના પગલાં સહિત FICCI ના ઘણા સુઝાવ આ બજેટમાં આવરી લેવાયા છે.’ તેમ ડો. શાહે ઉમેર્યું હતું.
દરમિયાન, FICCI ઈન્ડિયા-યુકે ઈન્ડસ્ટ્રી એડવાઈઝરી ગ્રૂપના ચેર પ્રિયા ગુહા MBEએ બજેટ સંદર્ભે જણાવ્યું હતું કે,‘ ભારત સરકાર દ્વારા રજૂ કરાયેલું 2024-2025 યુનિઅન બજેટ ભવિષ્યને નજરમાં રાખતી બ્લુપ્રિન્ટ છે જે ભારતમાં કાર્યરત યુકે બિઝનેસીસ માટે ઈન્વેસ્ટમેન્ટની આબોહવાને નોંધપાત્રપણે વધારે છે. વિદેશી કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ રેટ્સમાં ઘટાડો અને એન્જલ ટેક્સની નાબૂદી જેવાં ઈનિશિયેટીવ્ઝ મહત્ત્વપૂર્ણ પગલાં છે જે આપણા બે દેશ વચ્ચે વ્યાપક આર્થિક સહકાર અને ઈન્વેસ્ટમેન્ટ્સને પ્રોત્સાહિત કરશે. ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રીન્યુએબલ એનર્જી અને વેપારના સરળીકરણ પર ફોકસ સાથેના આ પગલાં આંતરરાષ્ટ્રીય બિઝનેસ માટે આવકારદાયી વાતાવરણ સર્જવાની ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. હું માનું છું કે આ ઈનિશિયેટીવ્ઝ મજબૂત આર્થિક સંબંધો અને પારસ્પરિક વિકાસનો માર્ગ મોકળો બનાવશે.’


