લંડન, નાઈજરઃ નાઈજિરિયાના 65 વ ર્ષીય પૂર્વ ઓઈલ મિનિસ્ટર ડેઈઝાની એલીસન- માડુએકે સામે સધર્ક ક્રાઉન કોર્ટમાં લાંચના કેસની ટ્રાયલ ચાલી રહી છે. એવો આક્ષેપ છે કે નાઈજિરિયામાં સરકારી કોન્ટ્રાક્ટ મેળવવા તેમને લાંચ અપાતી હતી. જોકે, માડુએકેએ તેમની વિરુદ્ધ લાંચના તમામ આક્ષેપ નકારી કાઢ્યાં છે.
એપ્રિલ 2010થી મો 2015ના ગાળામાં એલીસન- માડુએકેને રોકડ 100,000 પાઉન્ડ, પ્રાઈવેટ જેટ અને શોફર સાથે કારની સુવિધા અપાઈ હતી. તેઓ યુકેમાં રહેતાં હતાં ત્યારે એનર્જી ઈન્ડસ્ટ્રીના માલિક ઓલાટિમ્બો આઈન્ડે દ્વારા તેમને હાઉસકીપર, નેની, ગાર્ડનર અને વિન્ડો ક્લીનર સહિતનો સ્ટાફ પણ અપાયો હતો.
યુકેમાં તેમની પાસે બકિંગહામશાયરમાં ભવ્ય ઘર, સેન્ટ્રલ લંડનના મેરીલિબોન ખાતે 2.8 મિલિયનનું ઘર, રિજન્ટ્સ પાર્ક સામેના મલ્ટિમિલિયન મકાનો સહિતની સંપત્તિ હોવાનું પ્રોસીક્યુટર્સ જણાવે છે. તેમને 4.6 મિલિયન પાઉન્ડના ખર્ચે રિનોવેશન્સનો પણ લાભ લીધો હતો. વૈભવી જીવન જીવતાં એલીસન- માડુએકેએ હેરોડ્સ સ્ટોરમાંથી 2 મિલિયન પાઉન્ડનું શોપિંગ, મેરિલીબોન એન્ટિક સ્ટોરમાંથી 370,740 પાઉન્ડ તેમજ થોમસ ગૂડે મેફેર રિટેઈલર પાસેથી પણ 117,224 પાઉન્ડની ખરીદી કરી હતી.


