લંડનઃ કૌભાંડી નિરવ મોદીને ભારતે ભાગેડુ જાહેર કરેલો છે. ઈડી અને સીબીઆઈની કાનૂની વિનંતીના પગલે નિરવ મોદી 2019ના વર્ષથી લંડનની જેલમાં છે અને તેને ભારત લાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. તપાસ એજન્સીઓનો દાવો છે કે, ચોક્સીની કંપનીની મંજૂર મર્યાદા અથવા કેશ માર્જિન ચકાસ્યા વગર ખોટી રીતે 165 લેટર્સ ઓફ અંડરટેકિંગ અને 58 ફોરેન લેટર ક્રેડિટ અપાયા હતા. આ અંગે પંજાબ નેશનલ બેંકની સેન્ટ્રલ બેંકિંગ સીસ્ટમમાં પણ એન્ટ્રી કરાઈ ન હોતી. આ પ્રકારના લેટર્સમાં સ્થાનિક બેંક દ્વારા વિદેશી બેંકને પોતાના ગ્રાહક અંગે ગેરંટી અપાય છે અને ગ્રાહક ડિફોલ્ટ થાય તો ગેરંટર બનેલી બેન્કે નાણાં ચૂકવવાના હોય છે. આ કિસ્સામાં પણ આવું જ થયું છે. મેહુલ ચોકસીની આરોપી કંપનીઓએ નાણાં પરત નહીં ચૂકવતાં પંજાબ નેશનલ બેન્કને 6244.97 કરોડની ચૂકવણી કરવી પડી હતી.