નીરવ મોદી સિંગાપોર પાસપોર્ટ પર લંડનમાં

Wednesday 23rd May 2018 06:48 EDT
 
 

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ના ૧૩,૭૦૦ કરોડ રૂપિયાના લોન કૌભાંડનો મુખ્ય આરોપી નીરવ મોદી અત્યારે સિંગાપોરના પાસપોર્ટ પર લંડનમાં છે. જ્યારે તેનો ભાઈ નિશાલ મોદી બેલ્જિયમના પાસપોર્ટ પર એન્ટવર્પમાં રહે છે. નીરવની બહેન પૂર્વી મહેતા પાસે પણ બેલ્જિયમનો પાસપોર્ટ છે.

તે અંગે જણાવાયું છે કે હાલ તે હોંગકોંગમાં છે. પૂર્વીના પતિ મયંક મહેતા (રોઝી બ્લૂ ડાયમંડ) પાસે બ્રિટિશ પાસપોર્ટ છે. તે હોંગકોંગ અને ન્યૂયોર્ક આવતા-જતા રહે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના સૂત્રોએ શનિવારે આ દાવો કર્યો હતો. પીએનબી કૌભાંડની તપાસમાં હાજર થવા માટે ઈડીએ નીરવ અને તેના પરિવારના સભ્યોના નામે સમન્સ જાહેર કર્યું છે. પરંતુ તે બધા જ દેશની બહાર છે અને તપાસ કરનારાની પહોંચની બહાર છે. ઈડીના સૂત્રો મુજબ નીરવના પિતા દીપક મોદી, બહેન પૂર્વી મહેતા અને તેના પતિ મયંક મહેતાને આ મહિનાના પહેલા સપ્તાહમાં સમન્સ જાહેર કરી ૧૫ દિવસમાં હાજર થવા જણાવાયું છે.

પૂર્વી નીરવ મોદી માટે રાઉન્ડ ટ્રિપિંગની ભૂમિકા ભજવવા માટે તપાસના ઘેરામાં છે. આ ત્રણેને નિવેદન નોંધાવવા ઈડીની મુંબઈ ઓફિસમાં હાજર થવા જણાવાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter