અમદાવાદઃ અગ્રણી ઔદ્યોગિક સંસ્થા ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રી (ફિક્કી) યુકેના નવા ડિરેક્ટર તરીકે ડો. પરમ શાહની નિમણૂક થઈ છે. ફિક્સી ગુજરાત સ્ટેટે કાઉન્સિલના ડિરેક્ટરપદેથી પરમ શાહની યુકે માટે નિમણૂક થતાં હવે તેમના સ્થાને ઈનચાર્જ બીજુ નામ્બુથિરી હશે. ફિક્કી-ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન રાજીવ વાસ્તપાલે જણાવ્યું હતું કે, ડો. પરમ શાહ પ્રતીક દત્તાણીનું સ્થાન સંભાળશે. દત્તાણીની મુદ્દત તાજેતરમાં પૂર્ણ થઈ છે. અમને આશા છે કે પોતાના અનુભવ અને ઉત્સાહ સાથે ડો. પરમ શાહ બ્રિટનમાં ફિક્કી માટે નવી ભાગીદારીનું નિર્માણ કરવા સક્ષમ હશે અને વર્તમાન ભાગીદારીઓને મજબૂત કરશે.


