ભારત અને બ્રિટનના નૌકાદળ દ્વારા બંગાળના અખાતમાં ત્રિદિવિસીય યુદ્ધ કવાયતનો આરંભ થઈ ચૂક્યો છે. કવાયતમાં બ્રિટનનું ૬૫ હજાર ટન વજન ધરાવતુ તેનું સૌથી મોટું વિમાન વાહક યુદ્ધ જહાજ ક્વીન એલિઝાબેથ ભાગ લઈ રહ્યું છે બને દેશ વચ્ચેની આ યુદ્ધ કવાયતને કોકણ કવાયત નામ આપવામાં આવ્યું છે. કવાયતમા બંને પક્ષના ૧૦ યુદ્ધજહાજ, બે સબમરીન, ૨૦ જેટલા લડાયક વિમાન અને ૪૦૦૦ જેટલા સૈનિકો ભાગ લઈ રહ્યાા છે.