બ્રિટન સહિત ૧૯ દેશો કોરોના મામલે જોખમી શ્રેણીમાંઃ ભારતની જાહેરાત

Thursday 13th January 2022 07:18 EST
 
 

નવી દિલ્હીઃ ભારત સરકારે ૧૯ દેશોને કોરોના મહામારીને પગલે જોખમની શ્રેણીમાં રાખ્યા છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે આ દેશોથી આવતા લોકોએ વધુ સાવધાની રાખવાની જરૂરત છે. આ દેશોમાં યુરોપના દેશ બ્રિટનને પણને સામેલ કરવામાં આવ્યું છે.
ત્રીજી લહેરના સંકેત વચ્ચે જે દેશોને જોખમની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે, જેમાં બ્રિટન સહિત યુરોપના દેશો, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, બોત્સવાના, ચાઈના, ઘાના, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, ટાન્ઝાનિયા, હોંગકોંગ, ઇઝરાયેલ, કોંગો, ઇથોપિયા, કઝાકિસ્તાન, કેન્યા, નાઇજીરિયા, ટ્યુનિશિયા, ઝામ્બિયા. આ દેશોમાં ભારત આવતા પ્રવાસીઓએ કોવિડ ટેસ્ટનું સેમ્પલ સબમીટ કરવાનું રહેશે. આ માટેનો ખર્ચ જાતે ભોગવવાનો રહેશે. જો, તેમને ટેસ્ટ નેગેટિવ હશે તો સાત દિવસ આઈસોલેશનમાં રહેવું પડશે અને આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યો હોય તો આઠ દિવસ આઈસોલેશનમાં રહેવું પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter