બ્રિટિશ મહિલા મુસાફર સાથે ગોવામાં દુષ્કર્મ અને લૂંટ

Friday 21st December 2018 06:02 EST
 

પણજીઃ ગોવાના પાલોલિમ બીચની નજીક ૪૨ વર્ષની એક બ્રિટિશ મહિલા પર્યટક સાથે દુષ્કર્મની ઘટના બની છે. પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ કેસ નોંધી તેની શોધખોળ શરૂ કરી દીધી છે. પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર પ્રભુદેસાઈએ વીસમીએ જણાવ્યું કે આ ઘટના સવારે ૪.૩૦ વાગ્યે બની હતી. પીડિત મહિલા કાણકોણા રેલવે સ્ટેશનથી પાલોલિમ ગામની નજીક પોતાના ભાડાના ઘરે પાછી ફરી રહી હતી. તેને એકલી જોઈ આરોપી તેને ખેતરમાં ખેંચી ગયો અને દુષ્કર્મ બાદ તેની આંખ પર હુમલો કરી દીધો. તેની ત્રણ બેગ પણ લૂંટીને ફરાર થઈ ગયો હતો. અમે શંકાસ્પદો એક યાદી બનાવી છે. તપાસ ચાલુ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter