યુકે દ્વારા કેન્યામાં લશ્કરી ટ્રેનિંગ કવાયત રદ કરી દેવાઈ

Wednesday 29th July 2026 06:40 EDT
 

નાઈરોબીઃ કેન્યા સરકાર દ્વારા લાઈસન્સ નહિ અપાતા બ્રિટને કેન્યામાં યોજાતી તેની વાર્ષિક મિલિટરી ટ્રેનિંગ રદ કરી દીધી છે. કેન્યામાં નાઈરોબીથી 200 કિલોમીટર ઉત્તરે બ્રિટિશ આર્મી ટ્રેનિંગ યુનિટ કેન્યા (BATUK)નું કાયમી થાણું છે.

ઈસ્ટ આફ્રિકન દેશ 1963માં બ્રિટનથી સ્વતંત્ર થયો હોવાં છતાં મજબૂત સંબંધો અને ડિફેન્સ કરાર થકી હજારો બ્રિટિશ સૈનિકો દર વર્ષે કેન્યાની ભૂમિ પર મિલિટરી કવાયતો યોજે છે. બ્રિટિશ ડિફેન્સ મિનિસ્ટ્રીએ નિવેદનમાં જણાવ્યું હતું કે દિલગીરી સાથે જણાવવું પડે છે કે લાઈકીપીઆમાં ટ્રેનિંગ લેવાય તેની પરવાનગી આપતું જરૂરી લાયસન્સ આ વર્ષે મળ્યું નથી. આથી, ટ્રેનિગ અન્ય દેશમાં લઈ જવાઈ છે. જોકે, નવું લોકેશન જાહેર કરાયું નથી. બ્રિટિશ મિનિસ્ટ્રીએ લાયસન્સ નહિ મળવાનું કારણ દર્શાવ્યું નથી. જોકે, ટ્રેનિંગ કવાયત અન્ય સ્થળે લઈ જવાયાથી બંને દેશો વચ્ચે વ્યાપક ડિફેન્સ પાર્ટનરશિપને કોઈ અસર પડશે નહિ તેમ મિસ્ટ્રીએ જણાવ્યું છે, જ્યારે કેન્યાની સરકારે પણ આ મુદ્દે કોઈ ટીપ્પણી કરી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter