યુગાન્ડા એરલાઈન્સની એન્ટેબી-લંડન ડાયરેક્ટ ફ્લાઈટ

Wednesday 21st May 2025 05:57 EDT
 
 

યુગાન્ડા એરલાઈન્સની એન્ટેબી-લંડન ડાયરેક્ટ ફ્લાઈટ લંડન ગેટવિક એરપોર્ટ આવી પહોંચતા યુરોપમાં સૌપ્રથમ યુકે ખાતે તેનો શુભારંભ થયો છે. યુગાન્ડા એરલાઈન્સ પુનઃ કાર્યરત કરાયાના પાંચ વર્ષ પછી લંડન સુધી ડાયરેક્ટ ફ્લાઈટની ઐતિહાસિક પળ આવી પહોંચી હતી. યુગાન્ડાના યુકેસ્થિત હાઈ કમિશનર નિમિષા માધવાણીએ આ વ્યૂહાત્મક સીમાચિહ્નને આવકાર આપ્યો હતો.

તસવીરમાં ડાબેથી ઓલિવ લુમોન્યા (યુગાન્ડા સિવિલ એવિએશનના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ), પ્રિસિલ્લા સેરુક્કા (યુગાન્ડા એરલાઈન્સ બોર્ડના ચેરપર્સન), ફ્રાન્સિસ મ્વેબેસા (યુગાન્ડા ટ્રેડ મિનિસ્ટર), મિનિષા માધવાણી (યુકેસ્થિત હાઈ કમિશનર), જનરલ એડવર્ડ કાટુમ્બા વામાલા (યુગાન્ડાના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર), જેનિફર બામુટુરાકી (યુગાન્ડા એરલાઈન્સના સીઈઓ), લિઝા ચેસ્ને MBE (યુગાન્ડાસ્થિત બ્રિટિશ હાઈ કમિશનર), બાગેયા વેઈસ્વા ( યુગાન્ડા વર્ક્સ મિનિસ્ટ્રીના પરમેનન્ટ સેક્રેટરી) અને રામાથન જિકૂબી (યુગાન્ડા ફાઈનાન્સ મિનિસ્ટ્રીના પરમેનન્ટ સેક્રેટરી) દૃષ્ટિગોચર થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter