રોબર્ટ વાડરાનો બ્રિટનમાં ફ્લેટઃ ઈડી

Wednesday 09th January 2019 07:00 EST
 
 

નવીદિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જમાઈ રોબર્ટ વાડરા સામે મની લોન્ડરિંગ કેસમાં થઈ રહેલા કેસમાં ગંભીર વળાંક આવ્યો છે, જેમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી કોર્ટને કહ્યું કે તેઓ લંડનમાં એક ફ્લેટના વર્ચ્યુઅલ માલિક (સંપત્તિ સત્તાવાર માલિકની હોવા છતાં એની પર માલિકી હકનો ઉલ્લેખ) છે. જેની કિંમત આશરે રૂ. ૧૬ કરોડ ૮૦ લાખ કરતાં વધુ છે.
ઈડીએ વાડરાની નજીકના મનાતા મનોજ અરોડાની સામે અરવિંદ કુમારની વિશેષ કોર્ટમાં બ્લેક મની કાયદા હેઠળ બિનજમાનત વોરન્ટને લઈને આક્ષેપ કર્યા હતા. ઈડીએ મનોજ અરોડાનાં દિલ્હીમાં આવેલાં સ્થળોએ રેડ પાડી ત્યારથી તેઓ ફરાર છે. ઈડીનો દાવો છે કે લંડનની પ્રોપર્ટીને મની લોન્ડરિંગના રૂપિયાથી ખરીદવામાં આવ્યો હતો. ઈડીનો દાવો છે કે મનોજ અરોડા આ લેવડદેવડના સાક્ષી છે, જે આ ટ્રાન્ઝેક્શન વિશે બધું જ જાણે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter