KHKના સફળ ફંડરેઈઝિંગ પ્રયાસોને બિરદાવાયા

Wednesday 03rd June 2026 06:15 EDT
 
ડાબેથી- પ્રણવભાઈ પટેલ-કરમસદ સમાજ, યોગેન્દ્રભાઈ, અતુલભાઈ KHK, જયરાજભાઈ છ ગામ નાગરિક મંડળ, ભદ્રેશભાઈ- સોજિત્રા સમાજ, કિરણભાઈ-કરમસદ સમાજ, પ્રશાંતભાઈ- કરમસદ સમાજ અને બિમલભાઈ- ભાદરણ બંધુ સમાજ
 

લંડનઃ ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અતુલભાઈના સમર્પિત પ્રયાસો થકી પ્રાપ્ત મૂલ્યવાન ભંડોળથી હોસ્પિટલ અને તેના દ્વારા કરાતી પેશન્ટ્સની સેવાને ભારે લાભ મળશે. કરમસદના આંગણે ઉત્કૃષ્ટ સુવિધાઓ સાથેની હોસ્પિટલ હોવાનો સહુને ગર્વ છે. દરિયાપારની કોમ્યુનિટી સાથે મજબૂત સંબંધ અને સતત વિકાસને નિહાળવા સહુ આતુર છે.

આ બેઠકમાં KHK તરફથી કોમ્યુનિકેશન અને પ્રતિસાદના અભાવ બાબતે અતુલભાઈને માહિતગાર કરવામાં આવ્યા હતા. સંબંધિત ઘટનાક્રમોમાં કરમસદ સાથે જોડાયેલા જૂથોને સાંકળવામાં આવે અને માહિતગાર કરાય તેવું સૂચન પણ કરવામાં આવ્યું હતું. યુકેસ્થિત કેટલાક બિનનિવાસી ભારતીયો (NRIs )ને લાંબી રાહ જોવાની આવે, યુકેમાં ખાનગી આરોગ્યસંભાળનો ખર્ચ વધી જતો હોય અથવા સ્પેશિયાલિસ્ટ સારવારની ઝડપી સુવિધા જોઈતી હોય તેવા કેસીસમાં તેઓ ભારતમાં હેલ્થકેરના વિકલ્પો તરફ ધ્યાન આપે તેવી શક્યતા વધી રહી છે. આ બાબતને ધ્યાનમાં લેતા અમે યુકેથી આવતા મુલાકાતી NRIs ને મદદરૂપ થવા સમર્પિત હેલ્થ ડેસ્ક અને સ્ટાફ મેમ્બર ફાળવવામાં આવે તેવી ભલામણ કરી હતી. આ ઉપરાંત, તમારા મેગેઝિનમાં સુસંગત કોન્ટેક્ટ નંબર્સ પ્રસિદ્ધ કરવાનું પણ સૂચન કરાયું હતું જેથી જરૂર પડ્યે મુલાકાતીઓ સરળતાથી સહાય પ્રાપ્ત કરી શકે. આમ કરવાથી મેડિકલ ટુરિઝમને ઉત્તેજન મળશે જેનો લાભ NRIs અને હોસ્પિટલ, બંનેને થશે. યુકેસ્થિત વિવિધ મંડળો દ્વારા અતુલભાઈને કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK)ને મદદ કરવાની પ્રતિબદ્ધતાની ખાતરી આપવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter