£૫૬ મિલિયનના ખર્ચે યુનિવર્સિટી સ્ટેશનના રિડેવલપમેન્ટને મંજૂરી

Saturday 01st August 2020 06:21 EDT
 
 

લંડનઃ વેસ્ટ મી઼ડલેન્ડ્સ કમ્બાઈન્ડ ઓથોરિટી (WMCA)ના વડાઓ £૫૬ મિલિયનના ખર્ચે યુનિવર્સિટી સ્ટેશનના રિડેવલપમેન્ટને મંજૂરી આપી હતી. આ મંજૂરીનો અર્થ એવો થઈ શકે કે આધુનિક સુવિધાઓથી સજ્જ અને વર્ષે ૭.૨ મિલિયન પેસેન્જરોની અવરજવરની ક્ષમતા સાથેના નવા ફીટ - ફોર – પર્પઝ સ્ટેશનનું કામકાજ આ વર્ષના પાછળના ભાગમાં શરૂ થઈ શકે.

૧૯૭૦માં બધાયેલું હાલનું સ્ટેશન આ પ્રદેશમાં વ્યસ્ત સ્ટેશનો પૈકીનું એક છે. દર વર્ષે તેનો ઉપયોગ કરતાં ચાર મિલિયન લોકોને સમાવવા અને ભવિષ્યના વિકાસ માટે તેના રિડેવલપમેન્ટની તાતી જરૂર છે.

આ પ્રોજેકટના ફંડિંગ અને ડેવલપમેન્ટ માટે યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ, બર્મિંગહામ સિટી કાઉન્સિલ, નેટવર્ક રેલ, વેસ્ટ મીડલેન્ડ્સ ટ્રેન્સ અને ગ્રેટર બર્મિંગહામ એન્ડ સોલીહલ LEP સહિતના કન્સોર્શિયમનું નેતૃત્વ ટ્રાન્સપોર્ટ ફોર વેસ્ટ મીડલેન્ડ્સ (TfWM) ના ભાગરૂપ WMCA કરી રહ્યું છે.

WMCA બોર્ડના અધ્યક્ષ અને વેસ્ટ મીડલેન્ડ્સના મેયર એન્ડી સ્ટ્રીટે જણાવ્યું હતું કે બોર્ડ દ્વારા નવા યુનિવર્સિટી સ્ટેશનને મંજૂરી અપાઈ છે અને નવા સ્ટેશનનું બાંધકામ શરૂ કરી શકાશે જેથી તે ૨૦૨૨માં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સ વખતે તૈયાર હોય.

વેસ્ટ મીડલેન્ડ્સ ટ્રેન્સ પાસેથી ૨૦૨૧થી વધારાના રોલિંગ સ્ટોકની જોગવાઈ સાથે નવા સ્ટેશન પરથી વધુ સ્ટાફ, વિઝિટર્સ અને વિદ્યાર્થીઓ ટ્રેન મુસાફરી કરી શકશે અને ભરચક A38 પરના ટ્રાફિકને નિવારી શકાશે. ટ્રાન્સપોર્ટ માટે WMCAનો કાર્યભાર સંભાળનારા અને બર્મિંગહામ સિટી કાઉન્સિલના વડા કાઉન્સિલર ઈયાન વોર્ડ તથા યુનિવર્સિટી ઓફ બર્મિંગહામના વાઈસ ચાન્સેલર પ્રો. સર ડેવિડ ઈસ્ટવુડે જણાવ્યું હતું કે સ્ટાફ, વિદ્યાર્થીઓ, મુલાકાતીઓ અને સ્થાનિક સમુદાયને ફીટ ફોર પર્પઝ યુનિવર્સિટી સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter