અશોક લાખાણીને એન્ટ્રેપ્રીન્યોર એવોર્ડ

Monday 06th July 2015 06:54 EDT
 
 

લંડનઃ કોલાક સ્નેક ફૂડ્ઝ લિમિટેડના સ્થાપક અને ચીફ એક્ઝીક્યુટિવ અશોક લાખાણીને પ્રતિષ્ઠિત ઈવાય લંડન અને સાઉથ એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યર એવોર્ડ્સ ૨૦૧૫ એનાયત કરવામાં આવ્યો છે. અશોક લાખાણીએ કહ્યું હતું કે, ‘લંડન અને સાઉથ બિઝનેસ સેક્ટરની ગુણવત્તા અને મજબૂતી અને તેની ઉદ્યોગસાહસિકતા દર્શાવતી શ્રેષ્ઠ એન્ટ્રીઓને ધ્યાન લેતા મને આવો વિશિષ્ઠ એવોર્ડ જીતવાનો આનંદ છે. આ એવોર્ડ કોલાક ટીમની સખત મહેનતને પ્રતિબિંબિત કરે છે. સ્પર્ધાત્મક આર્થિક આબોહવામાં અમારી સતત સફળતાનો અમને આનંદ છે.’

કોલાક સ્નેક ફૂડ્ઝની સ્થાપના ૧૯૮૪માં થઈ હતી અને યુકેના બજારમાં સૌથી સફળ નાસ્તા ઉત્પાદકોમાં તેનું સ્થાન છે. ૧૦૦ કર્મચારી સાથે શરુઆત પછી આજે ૧૦૦૦થી વધુ કર્મચારી કામ કરે છે. કંપનીનું ટર્નઓવર ૨૦૦૮માં £૩૨ મિલિયન હતું તે વધીને આજે £૧૦૦ મિલિયનથી આગળ પહોંચી ગયું છે. અશોક લાખાણીએ ૩૦ વર્ષની યાત્રામાં ક્રિસ્પ્સ અને સ્નેક્સના ઉત્પાદનને સાપ્તાહિક ૨૮,૦૦૦ પેક્ટ્સથી વધારી ૨૫ મિલિયનથી વધુ આંકડે પહોંચાડ્યું છે અને સુપરમાર્કેટ્સની પોતાની બ્રાન્ડ પહોંચાડી છે. તેમણે ગત બે વર્ષમાં આધુનિક ફેક્ટરીમાં £૧૭.૫ મિલિયનનું રોકાણ કર્યું છે. અશોકનો પુત્ર અને મેનેજિંગ ડિરેક્ટર રિકિન લાખાણી કોલાક સ્નેક્સનું સ્થાન વધુ મજબૂત બનાવવા કૃતનિશ્ચયી છે.

પ્રતિષ્ઠિત EY Entrepreneur Of The Year એવોર્ડ યુકેમાં ૧૭ વર્ષથી અપાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter