આર્ટિકલ-૫૦ પ્રક્રિયા સામે કાનૂની પડકાર

Monday 26th September 2016 06:50 EDT
 
 

લંડનઃ સરકાર બ્રેક્ઝિટ પ્રક્રિયા આગળ વધારવા પાર્લામેન્ટની મંજૂરી લીધા વિના જ શાહી વિશેષાધિકારના ઉપયોગ વિશે સત્તાવાર સમર્થનનો ઈનકાર કરી રહી છે ત્યારે પીપલ્સ ચેલેન્જ દ્વારા કોર્ટમાં કાનૂની કાર્યવાહી માટે સંશોધિત દસ્તાવેજોની રજૂઆત થઈ છે.

સરકારના નિર્ણય સામે કેટલાક લોકો વતી હેલન માઉન્ટફિલ્ડ QC, લંડનની લો ફર્મ બાઈન્ડમેન્સના સોલિસિટર પાર્ટનર જ્હોન હોલ્ફોર્ડ તેમજ અન્ય વકીલો દ્વારા સબમિશન કરાયું છે. ૧૩ ઓક્ટોબરે સુનાવણી થાય તે અગાઉ પાર્લામેન્ટની સત્તા વિશે ચર્ચાના પ્રયાસરુપે દાવેદારોના વકીલોએ અર્જન્ટ ચેલેન્જ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter