બ્રિટનમાં વ્યાપક ફેલાવો ધરાવતા આપ સૌના લોકપ્રિય સાપ્તાહિકો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૬ અને ૭ જૂન ૨૦૧૫ના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ ખાતે અબાલવૃધ્ધ સૌ કોઇના લોકપ્રિય એવા પાંચમા 'આનંદ મેળા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસના આ ભવ્ય અને મનોરંજનથી ભરપૂર 'આનંદ મેળા'માં ઘરે રહીને કે પછી દુકાન દ્વારા સાડી-જવેલરી, શણગાર, મહેંદી અથવા ચટપટા નાસ્તા કે ઘર સજાવટની વસ્તુઅોનો બીઝનેસ કરતા ભાઇબહેનો માટે વેપારની વિશિષ્ઠ તક મળશે. આટલું જ નહિં આ 'આનંદ મેળા'માં સ્ટોલ કરીને વધારાની કમાણીની સાથે વેપારની જાહેરાત કરવાની શ્રેષ્ઠ તક મળશે. બે દિવસ દરમિયાન યોજાનાર આનંદ મેળો ૫,૦૦૦ જેટલા લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે.
વેપાર ધંધાના વિકાસ માટે સોનેરી તક: આનંદ મેળો
'આનંદ મેળા'માં બ્યુટી અને વેડીંગ, ટ્રાવેલ અને ટૂરીઝમ, આરોગ્ય, જ્વેલરી, શિક્ષણ, ફાઇનાન્સ - બેન્કિંગ અને ઇન્સ્યુરંશ ક્ષેત્ર સહિત વિવિધ સેવાઅો અને પ્રોડક્ટનું વેચાણ કરતા સ્ટોલનો લાભ મળશે અને વ્યાજબી ભાવે આપ વિવિધ સેવાઅો મેળવી શકશો. 'આનંદ મેળા'નું મુખ્ય આકર્ષણ ખાણી પીણીના સ્ટોલ્સ છે. જ્યાંથી આપ સૌ પારંપરિક અને સ્વાદિષ્ટ એવા પંજાબી, સાઉથ ઇન્ડિયન, પાણીપુરી અને ચાટ્સ, દાબેલી, ફરસાણ, પાઉંભાજી વગેરે વ્યંજનોની મોજ માણી શકશો.
'આનંદ મેળા'નું વિશેષ આકર્ષણ સમાન બોલીવુડ ગીત-સંગીત, રાસ-ગરબા, ઢોલ પ્લેયર્સ, નૃત્યો, ફેશન શો, બાળકોના વિશેષ કાર્યક્રમો ઉપરાંત વિખ્યાત ગાયક કલાકારો, ગીત સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણવા મળશે. બે દિવસના આ અતિભવ્ય અને ગીત-સંગીત-નૃત્ય અને મનોરંજનથી ભરપૂર 'આનંદ મેળા'માં આપ જો નહિં આવો તો ખરેખર ઘણુંબધું ચૂકી જશો એમાં કોઇ મત નથી.
મુખ્ય પ્રયોજક 'વર્લ્ડરેમીટ'
'વર્લ્ડરેમીટ' વિશ્વની ટોચની કંપની છે જે વિદેશ રહેતા પરિવારજનો તેમજ મિત્રોને અોનલાઇન નાણાં મોકલવામાં મદદરૂપ થાય છે. 'વર્લ્ડરેમીટ' હાઇસ્ટ્રીટ પરના એજન્ટ તેમજ હવાલા કરતા લોકો કરતા અોછી અને વ્યાજબી ફી લે છે. નાણાં મોકલવા માટે ભરોસાપાત્ર 'વર્લ્ડરેમીટ'ની સેવાઅો વિશ્વના ૫૦ કરતા વધારે દેશોમાં મળે છે અને યુરોપ, એશિયા, આફ્રિકા, અમેરિકા અને અોસ્ટ્રેલીયાના કુલ ૧૧૦ કરતા વધારે સ્થળે પૈસા ટ્રાન્સફર કરી આપે છે.
પ્રવેશ ફીની રકમ સેન્ટ લ્યુક્સ હોસ્પીસને મળશે
આ વર્ષે યોજાનાર 'આનંદ મેલા'ની સહયોગી સખાવતી સંસ્થા સેન્ટ લ્યુક્સ હોસ્પીસ છે. 'આનંદ મેલા'માં પ્રવેશ માટે આપના દ્વારા ખરીદવામાં આવેલી વ્યક્તિ દિઠ £૨-૫૦ની ટિકીટની તમામ રકમ સેન્ટ લ્યુક્સને આપવામાં આવશે. ૧૨ વર્ષથી નીચેના બાળકો માટે પ્રવેશ મફત છે. સેન્ટ લ્યુક્સ હોસ્પીસ અસાધ્ય બીમારીથી પીડાતા વડિલોની સારસંભાળ માટે કામ કરતી ચેરીટી સંસ્થા છે અને બીમાર વડિલો તેમની બીમારી સામે લડી શકે અને તેમનું મનોબળ મજબૂત થાય, તેઅો સારી રીતે જીવી શકે તેવા પ્રયત્નો કરે છે અને છેલ્લે તેઅો પોતાના મનપસંદ સ્થળે ગૌરવપૂર્ણ રીતે મરણ પામે તે માટે મદદ કરે છે. આટલું જ નહિં સેન્ટ લ્યુક્સ હોસ્પીસ અસાધ્ય બીમારી ભોગવતા વડિલોના પરિવારજનો અને કેરરને પણ મદદ કરે છે. કોઇ પણ ચાર્જ વગર મફત સેવા આપતી આ સંસ્થાનો ૭૦% ખર્ચો આપણા સમુદાયના લોકો આપે છે. સેન્ટ લ્યુક્સ દ્વારા તેના તમામ સહયોગીઅોને અપીલ કરવામાં આવે છે કે તેઅો 'આનંદ મેલા'માં પધારે ત્યારે સર્વેને જાંબલી રંગના વસ્ત્ર પહેરવા વિનંતી જેનાથી દેખાય કે તેઅો સેન્ટ લ્યુક્સને ટેકો આપે છે. સેન્ટ લ્યુક્સના સ્ટોલની મુલાકાત લેવા સર્વને નમ્ર વિનંતી છે. વધુ માહિતી માટે જુઅો www.stlukes-hospice.org/mela
આનંદ મેળામાં સ્ટોલ બુક કરાવો અને વેપાર-વ્યવસાયનો વિકાસ કરો
જો આપ ઘરે બેઠાં સાડી-જવેલરી, શણગાર, મહેંદી અથવા નાસ્તા કે ઘર સજાવટની વસ્તુઅોનો વેપાર કરતા હો તો આનંદ મેળામાં સ્ટોલ કરીને વધારાની કમાણીની સાથે આપના વેપારની જાહેરાત કરવાની આપની પાસે અમુલ્ય તક છે. બે દિવસ દરમિયાન યોજાનાર આનંદ મેળો ૫,૦૦૦થી વધુ લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે. સ્ટોલ ખૂબ જ ઝડપથી બુક થઇ રહ્યા હોવાથી આપનો સ્ટોલ બુક કરાવવા આજે જ સંપર્ક કરવા વિનંતી છે.
સ્ટોલ બુકીંગ અને વધુ માહિતી માટે અાજે જ કાર્યાલયમાં ફોન કરો 020 7749 4080.