આસ્ડાના ડિલિવરી ડેપોમાં મૃત ઉંદરઃ £૩૦૦,૦૦૦નો દંડ

Tuesday 07th March 2017 14:54 EST
 

લંડનઃ કાઉન્સિલ ઈન્સ્પેકટર્સને આસ્ડાના નોર્થ લંડન હોમ ડિલિવરી ડેપોમાં મરેલાં ઉંદર અને માખીઓ મળી આવતાં તેને ૩૦૦,૦૦૦ પાઉન્ડનો દંડ ફટકારાયો હતો. એસેક્સ અને લંડનમાં ઓનલાઈન ખરીદારોને ખાદ્યપદાર્થોનું વિતરણ કરતી એન્ફિલ્ડ સાઈટ ખાતે બ્રેડ સેક્શનમાં મરેલાં ઉંદર અને માખીઓ મળી આવ્યાં હતા.

કાઉન્સિલના ઓફિસરોને અભરાઈઓ અને અનાજના પેકેટમાં ઉંદરની લીંડીઓ, માખીના ઈંડા, ઉંદરોએ તોડેલા ખાંડના પેકેટ્સ પણ જોવાં મળ્યાં હતાં. આસ્ડાએ ખાદ્ય સલામતી અને સ્વચ્છતાના ઉલ્લંઘનનો સ્વીકાર કર્યો હતો. સ્ટોરને કોસ્ટ તરીકે ૪,૮૪૩ પાઉન્ડ ચુકવવાનો આદેશ પણ કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter