એક જ વર્ષમાં ૪૭૦ બેન્કશાખા અદૃશ્ય

Wednesday 07th January 2015 05:04 EST
 

શાખાઓ બંધ થવાના કારણે ઘણાં વૃદ્ધ ગ્રાહકો અને નાના વેપારીઓને માઈલો દૂરની શાખામાં જવાની ફરજ પડે છે. કેમ્પેઈન ફોર કોમ્યુનિટી બેન્કિંગના આંકડા અનુસાર છેલ્લા દાયકામાં બ્રિટનમાં આશરે ૨,૫૦૦ બેન્કશાખા બંધ કરાઈ છે અને હવે ૯,૨૩૨ શાખા જ કાર્યરત છે.

યુકેમાં ૨૦૧૪માં કુલ ૪૭૦ બેન્ક શાખાઓ બંધ કરી દેવાઈ છે, ૨૦૧૩માં આ સંખ્યા ૧૯૫ની હતી. બેન્કો બંધ થવાના દરમાં ૧૪૦ ટકાનો ઊછાળો આવ્યો છે. સરકારી ટેકા સાથેની RBS/નેટ વેસ્ટ બેન્કની સૌથી વધુ એટલે કે ૧૫૨ શાખા બંધ કરાઈ છે, જ્યારે સેન્ટાન્ડર (૯૨ શાખા), બાર્કલેઝ (૭૨ શાખા), HSBC (૬૫ શાખા) અને કો-ઓપ બેન્ક દ્વારા આઠ શાખાના શટર પાડી દેવાયાં છે. ૧૨૧ કિસ્સા એવા છે જ્યાં ટાઉનમાં બેન્ક દ્વારા તેની આખરી શાખા પણ બંધ કરી દેવાઈ હતી, જેના કારણે ગ્રાહકોને અન્ય ટાઉન કે ગામમાં જવાની ફરજ પડે છે. ઓક્ટોબર મહિનામાં લોઈડ્ઝ દ્વારા ત્રણ વર્ષમાં તેની ૨૦૦ શાખા બંધ કરી નવી ૫૦ શાખા ખોલવાની યોજના જાહેર કરાઈ છે.

RBSના વડા રોસ મેક્ઈવાન કહે છે કે તેમની સૌથી વધુ વ્યસ્ત શાખા રીડિંગથી પેડિંગ્ટન જતી સવારની ૭.૦૧ની ટ્રેન છે. રોજ સવારના સાતથી આઠ દરમિયાન કામે જતાં તેના ૧૬૭,૦૦૦થી વધુ ગ્રાહકો મોબાઈલ બેન્ક એપ્લીકેશનનો ઉપયોગ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter