એશિયન વોઈસ પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ્સ ૨૦૧૫

Saturday 07th February 2015 06:16 EST
 

લંડનઃ યુકેનો બહુસાંસ્કૃતિક સમાજ બાકીના વિશ્વ માટે આદર્શ કહેવાય તેવો વાઈબ્રન્ટ અને ગતિશીલ સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય જીવન નિભાવે છે. યુકેના રાજકીય જીવનમાં સહભાગીતાની સદી જૂની પરંપરાની સાથે રહી સ્ત્રી અને પુરુષો રાજકીય પ્રતિનિધિ તરીકે હોદ્દા ધરાવવા, મતદાન જેવા નાગરિકત્વના અધિકારોનો ઉપયોગ કરવો તેમ જ કોમ્યુનિટી અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં સક્રિય ભૂમિકા ભજવવા સહિત વિવિધ પ્રકારે રાજકીય અને જાહેર જીવનમાં સમાનપણે ભાગીદારી કરે છે.

જે લોકો રાજકીય હોદ્દા અને સરકારના વિવિધ સ્તરે નેતૃત્વનું સ્થાન ધરાવે છે તેઓ નિર્ણયપ્રક્રિયામાં નજરે તરી આવે છે. વ્યાપક જાહેર, ખાનગી અને સ્વૈચ્છિક સેક્ટરોમાં પણ સીનિયર અને મેનેજમેન્ટ હોદ્દાઓ પરના લોકો સત્તાનો ઉપયોગ કરે છે અને સમાજને ઘડવામાં પ્રભાવ પાડે છે.
એશિયન વોઈસ પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ્સ પોતાની વિશિષ્ટ પદ્ધતિઓ થકી સમાજ અને વિશ્વમા વર્તમાન અને ભાવિને વધુ બહેતર બનાવવામાં યત્કિંચિત પ્રદાન આપનારા વિવિધ કોમ્યુનિટીઝ, જીવનવ્યવસાય અને વિવિધ રાજકીય વિચારધારા સાથે સંકળાયેલા ઉત્કૃષ્ટ લોકોને સન્માનિત કરવાનો અમારો નમ્ર પ્રયાસ છે. આ એવોર્ડ દર વર્ષે અગાઉના ૧૨ મહિનામાં આંતરરાષ્ટ્રીય રાજકારણીઓથી માંડી પોતાની સ્થાનિક કોમ્યુનિટીઝમાં વિશિષ્ટ અસર
ઉપસાવનારી વ્યક્તિઓને આપવામાં આવે છે. એવોર્ડ પ્રદાનનું આ નવમુ વર્ષ છે અને અગાઉના વર્ષોની માફક આ વર્ષે પણ એવોર્ડ્સ માટેની સ્પર્ધા અતિ તીવ્ર છે.

તમામ રાજકીય પક્ષોના હાઈ પ્રોફાઈલ રાજકારણીઓ, બિઝનેસમેન્સ અને સમુદાયના અગ્રણીઓ સહિત પસંદગીના ૨૫૦ મહેમાનોની ઉપસ્થિતિમાં ૨૬મી ફેબ્રુઆરીના રોજ હાઉસ ઓફ કોમન્સના મેમ્બર્સ ડાઈનિંગ રુમમાં આયોજિત પ્રતિષ્ઠિત સમારોહમાં ૨૦૧૪ના વર્ષમાં હાંસલ સિદ્ધિઓ માટે એવોર્ડ પ્રદાન કરાશે.

આ વર્ષે એવોર્ડ માટેના નોમિની નીચે મુજબના છેઃ

રાજકીયઃ • કેબિનેટ મિનિસ્ટર ઓફ ધ યર • શેડો કેબિનેટ મિનિસ્ટર ઓફ ધ યર • કન્ઝર્વેટિવ બેકબેન્ચર ઓફ ધ યર • લેબર બેકબેન્ચર ઓફ ધ યર • લિબરલ ડેમોક્રેટ બેકબેન્ચર ઓફ ધ યર • લંડન પોલિટિશિયન ઓફ ધ યર • લંડન કાઉન્સિલર ઓફ ધ યર

પબ્લિક લાઈફઃ • ફીમેલ એન્ટરટેઈનર ઓફ ધ યર • મેલ એન્ટરટેઈનરઓફ ધ યર • હ્યુમનિટેરિયન કેમ્પેનર ઓફ ધ યર • કોમ્યુનિટી સર્વિસ એચીવમેન્ટ • પ્રોફેશનલ ઓફ ધ યર • બિઝનેસ પર્સન ઓફ ધ યર • એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યર • જર્નાલિસ્ટ ઓફ ધ યર • લોયર ઓફ ધ યર • કાર ઓફ ધ યર • ન્યૂઝપેપર ઓફ ધ યર • રેસ્ટોરાં ઓફ ધ યર • સ્કૂલ ઓફ ધ યર

પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ્સ માટે [email protected]પર આપના નોમિનેશન્સ મોકલી આપવા વિનંતી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter