ઓછી ઉંઘથી વહેલું આવે મોત?

Monday 17th August 2015 11:46 EDT
 
 

લંડનઃ મધ્ય વય એટલે કે ૪૦ વર્ષથી વધુ વયના લોકોએ વહેલા મોતથી બચવા પૂરતી ઉંઘ લેવી જરૂરી છે. રાત્રે છ કલાકથી ઓછી ઉંઘના કારણે ડાયાબીટીસ અને હાર્ટએટેક સહિત અનેક આરોગ્ય સમસ્યાઓનો ભોગ બનાય છે. સંશોધનો કહે છે કે ઉંઘની અછત આપણને વધુ ખાવા પ્રેરે છે અને ડીએનએમાં બદલાવ લાવે છે.

ભાગદોડના જીવનમાં ૪૦-૬૦ વર્ષની મધ્ય વયના લોકો અપૂરતી ઉંઘથી પોતાના આરોગ્યનું નુકસાન કરી રહ્યા છે ત્યારે સરકારે તેમને વધુ ઉંઘ લેવાનું જાગૃતિ અભિયાન છેડ્યું છે. અનેક અભ્યાસોએ જણાવ્યું છે કે અપૂરતી ઉંઘથી ડાયાબીટીસ અને હાર્ટએટેક સહિતના રોગો વધવાથી વધુ ૧૨ ટકા લોકો વહેલા મોતનો શિકાર બની શકે છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા લોકોને ધૂમ્રપાન છોડવા અને આરોગ્યપ્રદ ભોજનની સલાહ સાથે લોકો વધુ નિદ્રા લે તેના પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter