લંડનઃ ૨૦૧૨ લંડન ઓલિમ્પિક માટે બનાવાયેલો અને વિશ્વમાં સૌથી વધુ રણકાર ધરાવતો ૨૩ ટન વજનનો ઘંટ હવે શાંત થઈ જશે. આ ઘંટ ઉદઘાટન સમારોહ માટે બનાવાયો હતો અને ત્યારથી તે સંગ્રહાલયમાં પડી રહ્યો છે.
ઘંટની ઉંચાઈ બે મીટર અને વ્યાસ ત્રણ મીટરથી વધુ છે. તેનો અવાજ એટલો બધો છે કે તેનો રણકાર માઈલો સુધી સંભળાય છે. છેલ્લે ૨૭ મિલિયન પાઉન્ડના ખર્ચે યોજાયેલા સમારંભમાં સર બ્રેડલી વિગીન્સે આ ઘંટ વગાડ્યો હતો.
લંડન લેગસી ડેવલપમેન્ટ કોર્પોરેશને જણાવ્યું હતું કે ઘંટને ઈસ્ટ લંડનમાં ઓલિમ્પિક સ્ટેડિયમ પાસે લટકાવાશે. તેના અવાજને લીધે ઘણા લોકો ફરિયાદ કરશે તેવા ભયને લીધે ઘંટ વગાડાશે નહીં.