કચ્છના જાણીતા પત્રકાર દીપક માંકડ યુકેની મુલાકાતે

Tuesday 05th September 2017 11:33 EDT
 
 

જન્મભૂમિ ગ્રુપ ઓફ ન્યુઝ પેપરના કચ્છ-ભુજથી પ્રસિદ્ધ થતાં કચ્છમિત્ર અખબારના કાર્યકારી તંત્રીપદે છેલ્લા પાંચ વર્ષથી સેવા આપતા શ્રી દીપક ચંદ્રકાંત માંકડ તેમના ધર્મપત્ની ઉષ્માબહેન, પુત્રી ખંજન અને રિયા સાથે તા. ૫ સપ્ટેમ્બરથી ૧૭ સપ્ટેમ્બર સુધી યુકેની મુલાકાતે પધાર્યા છે.

શ્રી માંકડ ગુજરાતના અગ્રિમ હરોળના કલમનવેશ અને જર્નાલિસ્ટ છે. રમતગમતથી લઈ રાજકારણ, ધર્મ, સમાજ, વિશ્વ જેવા વિષયો પર ભારે લોકપ્રિય ‘સ્પોટલાઈટ’ કોલમના માધ્યમે સાંપ્રત ઉજાગર કરતા રહ્યા છે. ગુજરાતી પત્રકારત્વના શિખરસમ હરિન્દ્ર દવે એવોર્ડ, સુરત શહેર તરફથી બેસ્ટ રિપોર્ટ એવોર્ડ, ફુલશંકર પટ્ટણી એવોર્ડ, કચ્છશક્તિ રાષ્ટ્રીય એવોર્ડ આ મુઠ્ઠી ઊંચેરા સારસ્વતની ઊજ્જવળ કારકિર્દના માઈલસ્ટોન રહ્યા છે. સ્વામિનારાયણ મંદિર ભુજ અને સંપ્રદાય વિશે તેમના લેખો લોકપ્રિય થયા છે. તો લંડન શહેર વિશેના એમના લખાણ નોંધપાત્ર રહ્યા છે. બ્રિટનમાં વસતા ગુજરાતીઓ વિશે પણ તેમણે લખ્યું છે. તેમના નેતૃત્વમાં કચ્છમિત્ર અખબાર સમગ્ર જન્મભૂમિ ગ્રુપમાં અદકેરું સ્થાન જાળવી રાખ્યું છે. તેઅો અગાઉ ૨૦૧૨માં લંડન આવ્યા હતા. સંપર્ક: 07836 780 168.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter