કચ્છમિત્રના વરિષ્ઠ પત્રકાર વસંતલાલ પટેલ યુકેની મુલાકાતે

Tuesday 05th September 2017 11:37 EDT
 
 

કચ્છમિત્રના વરિષ્ઠ પત્રકાર અને કચ્છની લેઉઆ પટેલ ચોવીસી ન્યૂઝ બ્યૂરોના શ્રી વસંતલાલ ગોપાલ પટેલ કચ્છ લેઉઆ પટેલ કોમ્યુનિટી યુ.કે.ના વાર્ષિક અધિવેશનમાં ભાગ લેવા અને અંગત પ્રસંગોએ હાજરી આપવા યુકેની મુલાકાતે પધાર્યા છે અને તા. ૨૪ સપ્ટેમ્બર સુધી રોકાણ કરશે.

સ્વામિનારાયણ સંપ્રદાય ઉપરાંત દેશ બહાર વસતા કચ્છી-ગુજરાતીઓની સમસ્યા, ખાસિયત અને પરંપરાને કચ્છમિત્રમાં વાચા આપતા રહ્યા છે. કચ્છમાંથી વિદેશ હીજરત કરી ગયેલા હમવતનીઓ વિશે તેમની કોલમ ખૂબજ લોકપ્રિય થઇ છે. તેઓ છ વખત લંડન પધારી ચૂક્યા છે.

કચ્છી લેઉઆ પટેલ સમાજ ભુજના યુવક સંઘના તેઓ મંત્રીપદે રહી સંગઠનનું કાર્ય કરી રહ્યા છે. કચ્છી લેઉઆ પટેલ સમાજ મુખપત્રના તેઓ સંપાદકપદે કાર્ય કરે છે. સંપર્ક: 07836 780 168.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter