કેતન સોમૈયા ફ્રોડ કેસમાં મુરલી મુલચંદાનીને કોર્ટખર્ચની રકમ મળશે

Tuesday 28th July 2015 05:53 EDT
 
 

લંડનઃ પૂર્વ બિઝનેસ સહયોગી કેતન સોમૈયા વિરુદ્ધ ખાનગી પ્રોસીક્યુશન કાર્યવાહી કરનારા મલ્ટિ-મિલિયોનેર મુલચંદાનીને કોર્ટ ખર્ચ તરીકે કરદાતાઓના આશરે £૫૦૦,૦૦૦ સુધીની રકમ મળે તેવો આદેશ જજ રિચાર્ડ હોન QC દ્વારા કરાયો છે. ઓલ્ડ બેઈલી, લંડનની કોર્ટે ફ્રોડના નવ અપરાધ બદલ દોષિત ઠરાવાયેલા કેતન સોમૈયાને આઠ વર્ષ જેલની સજા પણ ફરમાવી હતી.

જજે કોર્ટ ખર્ચ તરીકે મુલચંદાનીને £૪૬૧,૩૬૨ આપવા હુકમ કર્યો છે, જેનાથી તેમને પૂર્વ બિઝનેસ પાર્ટનર કેતન સોમૈયા વિરુદ્ધ જપ્તીની સુનાવણી કરાવવામાં મદદ મળશે. એમ કહેવાય છે કે સોમૈયાએ શેમ્પેન પાર્ટીઓ, ખાનગી જેટ વિમાનોમાં ઉડ્ડયનો, અતિ ખર્ચાળ રાત્રિભોજનો તેમજ સાઉથ આફ્રિકા,કેન્યા અને દુબાઈના પ્રવાસો થકી લોકોને લલચાવ્યા હતા.

સુનાવણી સમયે જજ રિચાર્ડ હોન QCએ કહ્યું હતું કે, ‘મુલચંદાનીનું સ્વાસ્થ્ય સારું નથી અને એવો સમય આવ્યો છે કે તેમને પ્રોસીક્યુશન અને જપ્તીના ખર્ચ સંબંધે વળતર આપવાની જરુર પડી શકે છે.’ એમ મનાય છે કે કેતન સોમૈયા દ્વારા કરાયેલી £૧૩ મિલિયનની છેતરપીંડીમાંથી થોડીઘણી રકમ પરત મેળવી શકવાની મુલચંદાનીના વકીલોને આશા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter