હરહંમેશ માહિતિસભર વિશેષાંકો અને વાંચન સામગ્રી આપવાની પરંપરા ધરાવતા 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નૂતન વર્ષ ૨૦૧૫નું કેલેન્ડર આગામી તા. ૧૦-૧-૧૫ના અંક સાથે સર્વે લવાજમી ગ્રાહકોને સાદર અર્પણ કરવામાં આવશે.
તારીખ, તિથી, હિન્દુ, મિસ્લિમ, ખ્રિસ્તી, જૈન અને અન્ય ધર્મ સંપ્રદાય, બેન્ક હોલીડે તેમજ ધાર્મિક પર્વો તહેવારોની સુંદર માહિતી ધરાવતા આ વર્ષના કેલેન્ડર તૈયાર થઇ ગયા છે. પરંતુ અનિવાર્ય કારણોસર અમે અગાઉ જણાવ્યા મુજબ આજના અંક સાથે કેલેન્ડર રવાના કરી શકીએ તેમ નથી. તે માટે દરગુજર કરવા વિનંતી.
નવું લવાજમ ભરનાર સર્વે ગ્રાહકોને પણ (સ્ટોકમાં હશે ત્યાં સુધી) કેલેન્ડર ભેટ આપવામાં આવશે. જે વાચક મિત્રો વધુ કેલેન્ડર ખરીદવા માગંતા હોય તેઅો પ્રતિ કેલેન્ડરના £૪-૦૦ના દરે (પોસ્ટ એન્ડ પેકેજીંગ સહિત) ખરીદી શકે છે. એથી વધારે કલેન્ડર મેળવવા માટે સંપર્ક કરો: 020 7749 4080.

