લંડનઃ મહાત્મા ગાંધીની જન્મજયંતીની ઉજવણી કરવા ભારતીય હાઈ કમિશન દ્વારા ૨ ઓક્ટોબર ૨૦૨૦ના દિવસે વર્ચ્યુઅલ ઉજવણીનું આયોજન કર્યું છે. ઈન્ડિયા લીગ અને નેહરુ સેન્ટરની સાથે આયોજિત આ કાર્યક્રમમાં ભારતના હાઈ કમિશનર મિસ ગાયત્રી કુમાર સંબોધન કરશે. આ પછી, ઈન્ડિયા લીગના ચેરમેન સી.બી. પટેલ, ઈન્ડિયા લીગના પેટ્રન લોર્ડ રેમી રેન્જર CBE તેમજ ગાંધી મેમોરિયલ ટ્રસ્ટના ચેરમેન લોર્ડ મેઘનાદ દેસાઈના વીડિયો મેસેજીસની રજૂઆત કરાશે.
પ્રોફેસર સતીશ કુમારના પ્રવચન પછી યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ સાથે વૈચારિક આદાનપ્રદાનનો કાર્યક્રમ રહેશે. ભારતીય વિદ્યા ભવન અને અન્ય સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા નૃત્યપ્રસ્તુતિ અને ભજનની રજૂઆત કરવામાં આવશે. લંડનમાં ગાંધીજીની તસવીરો પણ દર્શાવવામાં આવશે.
ઈન્ડિયા હાઉસ, એલ્ડવીચ ખાતે ગાંધી ફિલ્મના લાઈટ પ્રોજેક્શનની રજૂઆત પણ સૂર્યાસ્તથી મધરાત સુધી યોજવામાં આવી છે.
જો આપને ઈન્ડિયા લીગનો સંપર્ક કરવાની જરુર લાગે તો [email protected]ને ઈમેઈલ કરવા વિનંતી છે.