ગેટવિક અને હિથરો એરપોર્ટ પર એન્ટી-ડ્રોન સિસ્ટમ

Wednesday 09th January 2019 01:47 EST
 
 

લંડનઃ ક્રિસમસ દરમિયાન બ્રિટનના બીજા ક્રમના સૌથી વ્યસ્ત ગેટવિક એરપોર્ટને ડ્રોનની ઘૂસણખોરીના કારણે બંધ રાખવાની ફરજ પડી હતી. આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે ગેટવિક અને હિથ્રો એરપોર્ટ્સ પર લાખો પાઉન્ડના ખર્ચે મિલિટરી ગ્રેડના સાધનો લગાડવામાં આવ્યા છે.

આ નવી સિસ્ટમની રચના એવી છે કે તે એરપોર્ટ વિસ્તારમાં ડ્રોનને પ્રવેશતા અટકાવે છે. જોકે, બન્ને એરપોર્ટના સત્તાવાળાઓએ આ ટેક્નોલોજી વિશે વધુ વિગતો આપવાનો ઈન્કાર કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter