ડીગ્રી વધુ વેતન અપાવી શકે

Monday 28th September 2015 10:25 EDT
 

લંડનઃ એક સરખા વયજૂથમાં યુનિવર્સિટી નહિ ગયેલા લોકોની સરખામણીએ ગ્રેજ્યુએટ્સ તેમની કારકીર્દિના આરંભમાં £૧૦,૦૦૦ થી £૧૪,૦૦૦ વધુ કમાણી કરી શકે છે. સ્ત્રીઓની બાબતમાં આ વધુ સાચુ છે.

કેમ્બ્રિજ અને હાર્વર્ડ યુનિવર્સિટીઓ તથા ઈન્સ્ટિટ્યુટ ફોર ફિસ્કલ સ્ટડીઝના સંશોધકો દ્વારા વ્યાપક અભ્યાસ અનુસાર પુરુષ ગ્રેજ્યુએટ્સ ૧૪ વર્ષ કામ કર્યા પછી વાર્ષિક સરેરાશ £૨૯,૫૦૦ કમાય છે, જ્યારે નોન-ગ્રેજ્યુએટ્સ £૧૭,૦૦૦ કમાય છે. સ્ત્રીઓમાં ગ્રેજ્યુએટ્સ માટે સરેરાશ વેતન £૨૧,૬૦૦, જ્યારે નોન-ગ્રેજ્યુએટ્સ માટે £૧૧,૦૦૦ જણાયું હતું. ૧૯૯૮થી ૧૦ વર્ષના ગાળા દરમિયાન સંશોધનમાં ૨૬૦,૦૦૦ લોકોને આવરી લેવાયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter