ડેવિડ કેમરન ગુરુદ્વારાની મુલાકાતે

Tuesday 10th February 2015 03:59 EST
 
 

લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને સ્થાનિક સાંસદ ક્રિસ વ્હાઈટની સાથે લેમિંગ્ટનની અણધારી મુલાકાત લીધી હતી. આગામી સામાન્ય ચૂંટણીમાં વંશીય મતદારોનું મહત્ત્વ ધ્યાને આવ્યું હોય તેમ તેમણે ગુરુદ્વારા સાહિબ, લેમિંગ્ટન એન્ડ વોરવિકની મુલાકાત પણ લીધી હતી.

તેઓ શીખ સમુદાયના લોકો ઉપરાંત, કમિટી સભ્યો અને સ્વયંસેવકોને પણ મળ્યા હતા અને ચાવીરૂપ મુદ્દાઓની ચર્ચા કરી હતી. યુકેના સૌથી મોટાં ગુરુદ્વારાઓમાં સ્થાન ધરાવતા ગુરુદ્વારામાં તેઓ શ્રદ્ધાળુઓ સાથે જોડાયા હતા અને રસોઈઘરમાં મદદ પણ કરી હતી. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને આપેલા નિવેદનમાં વડા પ્રધાને અન્ય બ્રિટિશ એશિયનોની માફક બ્રિટનના સમાજમાં વિવિધ પ્રકારે આપેલાં પ્રદાન બદલ શીખ સમુદાયની પ્રશંસા કરી હતી અને વર્તમાન ભારત-બ્રિટન મૈત્રીસંબંધનું સ્વાગત કર્યું હતું. તેમણે ઓસ્ટ્રેલિયામાં ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter