દવાઓના ગેરકાયદે આયાતકાર ભારતીયને જેલ

Tuesday 18th August 2015 11:53 EDT
 

લંડનઃ મેડિકલ ક્વોલિફિકેશન ન ધરાવવા છતાં ભારતમાંથી નપુંસકતા ઘટાડવા સાથે પોરૂષત્વ વધારતી દવાઓની મોટા જથ્થામાં ગેરકાયદે આયાત અને વિતરણ કરવા બદલ એસેક્સના સંદીપ અમીન(૫૭)ને સધર્ક ક્રાઉન કોર્ટે ૧૬ મહિનાની જેલની સજા ફરમાવી છે. અમીને મનોરંજક ફેનાઝેપામ દવા મોટા જથ્થામાં આયાત અને વિતરણ કરી અપરાધના નાણાના મનીલોન્ડરિંગ સહિત ૨૧ ગુનાની કબૂલાત પણ કરી હતી.

હીથ્રો એરપોર્ટ અને અમીનના રોમફોર્ડ, એસેક્સના નિવાસે પાડેલા દરોડામાં MHRAના અધિકારીઓને કુલ £૯૦૦,૦૦૦ની કિંમતની ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શનની દવાઓનો ગેરકાયદે જથ્થો મળી આવ્યો હતો. હીથ્રો એરપોર્ટ પરથી જ £૧૦૦,૦૦૦ની કિંમતનો જથ્થો ઝડપી લેવાયો હતો. આ દવાઓનું વિતરણ યુકે અને યુરોપમાં કરાવાનું હતું.

મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટસ રેગ્યુલેટરી એજન્સી (MHRA)ની તપાસમાં જાણવા મળ્યું હતું કે સમગ્ર એસેક્સમાં અમીનના નામે ઘણી કંપનીઓ રજિસ્ટર્ડ હતી અને સ્ટોરેજ સુવિધાઓ ભાડે રાખેલી હતી. તેનું કૌભાંડ ઘણા વર્ષોથી ચાલતું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter